China US Taiwan: અમેરિકાને ચીનની ચેતવણી, ‘તાઈવાનની સુરક્ષા’થી દૂર રહો, તેને સમર્થન આપવું પોતાને નુકસાન કરવા જેવું

|

Nov 14, 2021 | 9:59 AM

China US Taiwan: ચીને ફરી એકવાર તાઈવાન મામલે અમેરિકાને ચેતવણી આપી છે. તેણે અમેરિકાને તાઈવાનની શાંતિથી દૂર રહેવા કહ્યું છે. તેમજ તેને વિસ્તારની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે.

China US Taiwan: અમેરિકાને ચીનની ચેતવણી, તાઈવાનની સુરક્ષાથી દૂર રહો, તેને સમર્થન આપવું પોતાને નુકસાન કરવા જેવું
File photo

Follow us on

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) અને તેમના અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) વચ્ચે આગામી સપ્તાહની ડિજિટલ સમિટ પહેલા ચીને શનિવારે વોશિંગ્ટનને “તાઈવાનની સ્વતંત્રતા”ને સમર્થન આપવાનું બંધ કરવા કહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે જિનપિંગ મંગળવારે સવારે બાઇડન સાથે ડિજિટલ બેઠક કરશે. તેમણે કહ્યું કે બંને રાષ્ટ્રપતિઓ ચીન-અમેરિકાના સંબંધો અને સામાન્ય ચિંતાના મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.

જિનપિંગ અને બાઇડને આ વર્ષે અત્યાર સુધીમાં બે લાંબી ફોન વાતચીત કરી ચૂક્યા છે. જિનપિંગ અને બાઇડનની બેઠક પહેલા ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું છે કે ચીન અને અમેરિકાએ તેમના બંને નેતાઓ વચ્ચે સફળ ડિજિટલ સમિટ સુનિશ્ચિત કરવા અને દ્વિપક્ષીય સંબંધોને સાચા માર્ગ પર લાવવાના પ્રયાસો કરવા જોઈએ. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર,વાંગે શનિવારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે ફોન પર વાતચીતમાં આ ટિપ્પણી કરી હતી.

સ્થિરતા માટે મોટો ખતરો
તાઈવાન અંગે વાંગે કહ્યું કે ઈતિહાસ અને વાસ્તવિકતાએ સાબિત કર્યું છે કે “તાઈવાનની સ્વતંત્રતા” આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટો ખતરો છે. તેમણે કહ્યું કે ‘તાઈવાન સ્વતંત્રતા’ માટે કોઈપણ સમર્થન પ્રાદેશિક શાંતિને નુકસાન પહોંચાડશે અને આખરે પોતાને નુકસાન કરશે. આ સાથે જ અમેરિકાને ‘તાઈવાનની સ્વતંત્રતા’ સામે સ્પષ્ટપણે પોતાનો વિરોધ દર્શાવવા વિનંતી કરી. અહીંના સરકારી મીડિયાએ બ્લિંકનને ટાંકીને જણાવ્યું હતું કે બંને પક્ષો સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને વિશ્વ તેના પર નજર રાખશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચીન તાઈવાન પ્રત્યે આક્રમક છે
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ શુક્રવારે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે ચર્ચા કરશે કે કેવી રીતે જવાબદારીપૂર્વક યુએસ અને ચીન વચ્ચે સ્પર્ધાનું સંચાલન કરવું. તમને જણાવી દઈએ કે ચીન છેલ્લા કેટલાક સમયથી તાઈવાન પ્રત્યે વધુ આક્રમક છે.

તે દરરોજ રેકોર્ડ સંખ્યામાં પોતાના ફાઈટર પ્લેનને અહીં ઘૂસણખોરી કરવા માટે મોકલી રહ્યો છે. તાઈવાનનો આરોપ છે કે ચીન તેની સામે ગ્રે ઝોનની રણનીતિ અપનાવી રહ્યું છે. તે તાઈવાનના સૈનિકોનું નિરાશ કરવાનો અને સામાન્ય લોકોની વિચારસરણી બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો : ગરીબ દેશમાં આપવામાં આવતા ડોઝ કરતા અમિર દેશમાં 6 ગણા વધારે આપવામાં આવે છે બુસ્ટર ડોઝ : WHO


આ પણ વાંચો : Rajkummar-Patralekhaa Wedding : રાજકુમાર રાવે પત્રલેખાને ઘૂંટણ પર બેસીને કર્યું પ્રપોઝ, બંનેનો આ રોમેન્ટિક વીડિયો થયો વાયરલ

 

Published On - 9:47 am, Sun, 14 November 21

Next Article