QS Rankings 2023: અમેરિકા અને બ્રિટન પછી વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં ચીનનું વર્ચસ્વ, જુઓ યાદી

|

Jun 10, 2022 | 1:25 PM

QS World University Rankings: QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023 અનુસાર, વિશ્વની ટોચની રેન્ક ધરાવતી યુનિવર્સિટીઓમાં ચીનનો ત્રીજો સૌથી મોટો હિસ્સો છે.

QS Rankings 2023: અમેરિકા અને બ્રિટન પછી વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં ચીનનું વર્ચસ્વ, જુઓ યાદી
ચીનની પેકિંગ યુનર્વસિટી

Follow us on

QS World Universities Rankings 2023: તાજેતરના સમયમાં ચીનની (China)યુનિવર્સિટીઓ વૈશ્વિક રેન્કિંગમાંથી બહાર હોવા અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ હવે QS વિશ્લેષણના નવીનતમ રાઉન્ડમાં, સંશોધન પરના ભાર માટે ચીન (China QS Universities Ranking)ની પ્રશંસા કરવામાં આવી છે. ખરેખર, ચીનની બે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ વિશ્વની ટોચની 15 સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023 અનુસાર, (QS World Ranking)વિશ્વની ટોચની રેન્ક ધરાવતી યુનિવર્સિટીઓમાં ચીનનો ત્રીજો સૌથી મોટો હિસ્સો છે. રેન્કિંગમાં ચીનની 71 યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ફક્ત યુકે (90 યુનિવર્સિટીઓ) અને યુએસ (201 યુનિવર્સિટીઓ) પાછળ છે. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષ સુધી ચીનની એક પણ યુનિવર્સિટી QS ટોપ 15 ગ્લોબલ રેન્કિંગમાં નહોતી.

પેકિંગ યુનિવર્સિટી, જે ગયા વર્ષે QS 2022 રેન્કિંગમાં 18મા ક્રમે હતી, તે આ વર્ષે છ સ્થાનની છલાંગ લગાવીને 12મા સ્થાને પહોંચી છે. તે જ સમયે, સિંઘુઆ યુનિવર્સિટી વિશ્વભરમાં 17મા સ્થાનેથી વધીને 14મા સ્થાને પહોંચી ગઈ છે. QS રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “બંને યુનિવર્સિટીઓએ QS ના રિસર્ચ ઇમ્પેક્ટ ઇન્ડિકેટર (CPF) અને ફેકલ્ટી/સ્ટુડન્ટ રેશિયો (FSR) ઇન્ડિકેટરમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે રેન્કિંગમાં વધારો કર્યો છે. આ બંને સૂચકો શિક્ષણ ક્ષમતા માટે પ્રોક્સી તરીકે કામ કરે છે.

ચીન વૈશ્વિક રેન્કિંગ માળખામાંથી બહાર થવાની તૈયારી કરી રહ્યું છે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રેન્કિંગ બનાવતી વખતે QS ના આ બંને પરિમાણો 20-20 ટકા જેટલા છે. આ સિવાય એકેડેમિક રેપ્યુટેશન (40 ટકા), એમ્પ્લોયર રેપ્યુટેશન (10 ટકા), ઇન્ટરનેશનલ ફેકલ્ટી રેશિયો (5 ટકા) અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રેશિયો (5 ટકા) પણ સામેલ છે. વાસ્તવમાં, ગયા મહિને ચીની મીડિયાના અહેવાલોમાં જણાવાયું હતું કે દેશની ઘણી ટોચની યુનિવર્સિટીઓ ક્યુએસ અથવા ટાઇમ્સ હાયર એજ્યુકેશન (THE) જેવી એનાલિટિક્સ ફર્મ્સની આગેવાની હેઠળના વૈશ્વિક રેન્કિંગ માળખામાંથી બહાર નીકળવાનું આયોજન કરી રહી છે. આ એટલા માટે છે કારણ કે રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકાર વિદેશી ધોરણોને નકારી રહી છે.

ટોચની 100માં ચીનની 18 યુનિવર્સિટી

QS એ જણાવ્યું છે કે ચીનની યુનિવર્સિટીઓની રેન્કિંગમાં સુધારા પાછળનું કારણ સંશોધનની અસર છે. ચીનની ઓછામાં ઓછી 37 યુનિવર્સિટીઓ છે જેણે ગયા વર્ષની સરખામણીમાં રિસર્ચ ઈમ્પેક્ટ ઈન્ડિકેટર (CPF)માં સુધારો કર્યો છે. ક્યુએસ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અત્રે નોંધનીય છે કે સંશોધનના પ્રભાવને કારણે ચીનની 18 યુનિવર્સિટીઓ વિશ્વની ટોચની 100 યુનિવર્સિટીઓમાં સામેલ છે. માત્ર અમેરિકા (22 યુનિવર્સિટીઓ) તેમનાથી આગળ છે. ક્યુએસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બેન સોટરએ જણાવ્યું હતું કે, “છેલ્લા દાયકામાં ચીન જેટલી અસરકારક રીતે કોઈ ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સુધારો થયો નથી.” 2018 સુધી ટોપ 20માં ચીનની એક પણ યુનિવર્સિટી નહોતી.

QSમાં સમાવિષ્ટ ચીનની યુનિવર્સિટી

યુનિવર્સિટી                   વર્લ્ડ રેન્ક

1-પેકિંગ યુનિવર્સિટી                 12

2-સિંઘુઆ યુનિવર્સિટી              14

3-ફુદાન યુનિવર્સિટી                  34

4-ઝેજિયાંગ યુનિવર્સિટી            42

5-શાંઘાઈ જિયાઓ ટોંગ યુનિવર્સિટી          46

6-ચીનની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી            94

7-નાનજિંગ યુનિવર્સિટી                  133

8-વુહાન યુનિવર્સિટી                       194

9-ટોંગજી યુનિવર્સિટી                       212

10-હાર્બિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી  217

Published On - 1:24 pm, Fri, 10 June 22

Next Article