China Taiwan Tensions: ચીન તાઈવાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે ! જિનપિંગ બનાવી રહ્યા છે ‘નાપાક’ પ્લાન, દુનિયાની સામે ડ્રેગનનો ચહેરો ‘ખુલ્લો’ પડયો

|

May 23, 2022 | 6:02 PM

યુટ્યુબ ચેનલ LUDE મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી 57-મિનિટની લીક થયેલી ક્લિપ દેશના ઇતિહાસમાં ચીની સૈન્યની મોટી ટુકડીનું પ્રથમ રેકોર્ડિંગ છે.

China Taiwan Tensions: ચીન તાઈવાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે ! જિનપિંગ બનાવી રહ્યા છે નાપાક પ્લાન, દુનિયાની સામે ડ્રેગનનો ચહેરો ખુલ્લો પડયો
ઓડિયો કલીપના જિનપિંગના પ્લાનરૂપે જોવાઇ રહી છે
Image Credit source: PTI

Follow us on

ચીનના સૈન્ય અધિકારીનો એક ઓડિયો કલીપ વાયરલ થઇ છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તાઈવાન (Taiwan) પર હુમલો થયો છે. તે જ સમયે, હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને (Joe Biden) ચીનને ચેતવણી આપી છે કે તે જોખમ સાથે રમી રહ્યું છે. મંગળવારે ક્વાડ સમિટમાં ભાગ લેવા ટોક્યો પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને કહ્યું કે જો ચીને સ્વશાસિત ટાપુ પર (China Attack on Taiwan)હુમલો કર્યો તો અમેરિકા તેનો બચાવ કરશે. બાયડેને કહ્યું, ‘અમે આ પ્રતિબદ્ધતા કરીએ છીએ. અમે એક ચીન નીતિના સમર્થક હતા કારણ કે અમે તેના પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ કબજો કરીને કોઈને તમારો હિસ્સો બનાવવો એ યોગ્ય નથી.

ચીનમાં જન્મેલા માનવાધિકાર કાર્યકર્તા જેનિફર હેંગ દ્વારા ટ્વીટ કરવામાં આવેલી એક વાયરલ ઓડિયો ક્લિપને કારણે બેઈજિંગમાં હલચલ મચી ગઈ છે. યુટ્યુબ ચેનલ LUDE મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી 57-મિનિટની લીક થયેલી ક્લિપ દેશના ઇતિહાસમાં ચીની સૈન્યની મોટી ટુકડીનું પ્રથમ રેકોર્ડિંગ છે. યુટ્યુબ ચેનલે દાવો કર્યો છે કે આ રેકોર્ડિંગ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જાણી જોઈને લીક કરવામાં આવ્યું હતું. આ અધિકારીઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તાઈવાન પર હુમલો કરવાની યોજનાને દુનિયા સમક્ષ લાવવા માંગે છે. ઓડિયો ક્લિપની વિગતોમાં CPC અને PLA વચ્ચે સામાન્યથી યુદ્ધમાં રૂપાંતરિત કરવાની યોજનાના ટોચના નેતૃત્વ દ્વારા રોડમેપના અમલીકરણ પર કથિત વાટાઘાટો કરવામાં આવી છે.

વિશ્વભરની એજન્સીઓ ઓડિયોની તપાસ કરી રહી છે

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

જો કે આ વાયરલ ઓડિયો અંગે ચીન તરફથી હજુ સુધી કોઈ ખુલાસો આવ્યો નથી. આ ઓડિયો તાઈવાન દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જો કે, ઓડિયો દ્વારા જાણવા મળે છે કે તે સામાન્ય રીતે ચીનમાં સૈન્ય બેઠકનો ભાગ હોય છે. અત્યાર સુધી આ કલીપ બાબતે કોઇ સચોટ પુષ્ટિ કરવામાં આવી, કારણ કે વિશ્વભરની સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે. ઓડિયો ક્લિપમાં બતાવવામાં આવ્યું છે કે આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુઆંગડોંગ પાર્ટી સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર હાજર હતા. આ બેઠકમાં તાઈવાનની આઝાદીની માંગ કરી રહેલા દળોને કચડી નાખવા અને યુદ્ધ શરૂ કરવાથી બચવા માટે કહેવામાં આવ્યું હતું.

વાયરલ ઓડિયોમાં શું કહ્યું હતું?

ઓડિયો દર્શાવે છે કે ચીન તાઈવાન વિરુદ્ધ સિવિલ-મિલિટરી કમાન્ડ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. ક્લિપ દ્વારા એ વાત સામે આવી છે કે એવી કંપનીઓને લિસ્ટ કરવામાં આવી છે, જે યુદ્ધના સમયમાં ડ્રોન અને બોટ બનાવશે. ઓડિયો ક્લિપમાં અધિકારીઓને એમ કહેતા સાંભળી શકાય છે કે અમારી પાસે 16 લો-ઓર્બિટ સેટેલાઇટ છે, જે વધુ સારી તસવીરો લઈ શકે છે. પૂર્વીય અને દક્ષિણી યુદ્ધક્ષેત્રો દ્વારા ગુઆંગડોંગ પ્રાંતને સોંપવામાં આવેલ કાર્ય કુલ 20 શ્રેણીઓ અને 239 સામગ્રીઓથી સંબંધિત છે. તેમાં 1.40 લાખ સૈન્ય કર્મચારીઓ, 953 જહાજો, 1,653 માનવરહિત સાધનો, 20 એરપોર્ટ અને ગોદી, છ સમારકામ અને શિપબિલ્ડીંગ યાર્ડ, 14 ઈમરજન્સી ટ્રાન્સફર સેન્ટર અને અનાજના ડેપો, હોસ્પિટલો, બ્લડ સ્ટેશન, ઓઈલ ડેપો, ગેસ સ્ટેશન જેવા સંસાધનો સામેલ છે. તેઓ યુદ્ધના સમયમાં ઉપયોગમાં લેવાશે.

Next Article