અન્ય દેશોની જાણકારી મેળવવા માટે ચીન સોશિયલ મીડિયા પર કરે છે જાસૂસી, ડેટા સર્વેલન્સ સેવાઓનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક

|

Jan 07, 2022 | 6:38 PM

અહેવાલમાં જણાવાયું છે કે ચીનમાં ડેટા સર્વેલન્સ સેવાઓનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક છે જે છેલ્લા એક દાયકામાં વિકસાવવામાં આવ્યું હતું અને રાજકીય રીતે સંવેદનશીલ માહિતી વિશે અધિકારીઓને ઓનલાઈન ચેતવણી આપવા માટે સ્થાનિક રીતે ઉપયોગમાં લેવાય છે.

અન્ય દેશોની જાણકારી મેળવવા માટે ચીન સોશિયલ મીડિયા પર કરે છે જાસૂસી, ડેટા સર્વેલન્સ સેવાઓનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક

Follow us on

ચીન (China) તેની સેના અને પોલીસને વિદેશી લક્ષ્યો વિશેની માહિતીથી સજ્જ કરવા પશ્ચિમી સોશિયલ મીડિયાનો (Social Media) ઉપયોગ કરી રહ્યું છે. એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ચીનના સેંકડો દસ્તાવેજો, કોન્ટ્રાક્ટ અને કંપનીની ફાઈલિંગની સમીક્ષા કર્યા પછી ચીનના આ રહસ્યનો પર્દાફાશ થયો છે.

ચીનમાં ડેટા સર્વેલન્સ સેવાઓનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક છે જે છેલ્લા એક દાયકામાં વિકસાવવામાં આવ્યું હતું અને રાજકીય રીતે સંવેદનશીલ માહિતી વિશે અધિકારીઓને ઓનલાઈન ચેતવણી આપવા માટે સ્થાનિક રીતે ઉપયોગમાં લેવાય છે.

આ કામ માટે ચીન એક ખાસ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે જે માત્ર સ્થાનિક ઈન્ટરનેટ યુઝર્સ અને મીડિયાને જ ટાર્ગેટ કરતું નથી. તે ટ્વીટર, ફેસબુક અને અન્ય પશ્ચિમી સોશિયલ મીડિયા જેવા સ્ત્રોતોમાંથી વિદેશી લક્ષ્યો સંબંધિત ડેટા પણ એકત્રિત કરે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

વોશિંગ્ટન સ્થિત અખબાર દ્વારા પ્રાપ્ત દસ્તાવેજો એ પણ દર્શાવે છે કે રાજ્ય મીડિયા, પ્રચાર વિભાગો, પોલીસ, સૈન્ય અને સાયબર નિયમનકારો સહિત ચીની એજન્સીઓ ડેટા એકત્ર કરવા માટે નવી અથવા વધુ અસરકારક સિસ્ટમો ખરીદી રહી છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે બેઈજિંગ પોલીસનો એક ગુપ્તચર કાર્યક્રમ હોંગકોંગ અને તાઈવાન પર પશ્ચિમી સામગ્રીનું વિશ્લેષણ કરે છે. તે વિદેશમાં ઉઈગુર ભાષાની સામગ્રી પણ એકત્રિત કરે છે.

આ સિવાય ચીન અન્ય દેશોના ડેટા મેળવવા માટે ખૂબ રોકાણ કરે છે. આ પહેલા ભારતમાં ચીનની ઘણી બધી એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચીનની આ એપ યૂઝર્સના ડેટાને તેમની પરવાનગી વિના ભેગા કરતી હતી.

સરકારે આ એપ્સ પર પ્રતિબંધ લગાવતા કહ્યું હતું કે આ એપ ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે ખતરો છે, એટલા માટે તેની પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયને લાંબા સમયથી આ એપ્સને લઈને ફરિયાદો મળી રહી હતી. આ એપ્સ પર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે તે યુઝર્સના ડેટા ચોરી કરી રહી છે.

આ પણ વાંચો –

Pakistan :પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લથળી, વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું આગામી ત્રણ મહિના તેમની સરકાર માટે નથી સરળ

આ પણ વાંચો –

ઓમિક્રોને વધારી ચિંતા, 1 મહિનામાં થઇ શકે છે 84 હજાર લોકોના મોત ! હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં સતત વધારો

આ પણ વાંચો –

હોલીવુડ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ : સુપ્રસિદ્ધ લેખક-દિગ્દર્શક Peter Bogdanovich નું 82 વર્ષની વયે થયુ નિધન

Next Article