ચીનની લિયાઓનિંગ પ્રાંતની રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

|

Oct 21, 2021 | 8:52 AM

ચીનમાં એક રેસ્ટોરન્ટની અંદર ગેસ વિસ્ફોટ થયો છે. આ ઘટના લિયાઓનિંગ પ્રાંતના શેનયાંગમાં બની હતી. જે બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ચીનની લિયાઓનિંગ પ્રાંતની રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
China liaoning province shenyang restaurant gas explosion rescue operation underway

Follow us on

ચીનમાં (China) ગુરુવારે મોટો અકસ્માત થયો છે. લિયાઓનિંગ પ્રાંતના શેનયાંગમાં એક રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ (Gas Explosion) થયો છે. જે બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના સવારે થઇ હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા. હજુ સુધી આ આગથી કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. આ બાદ એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિસ્ફોટ બાદ લોકો બચવા માટે દોડા-દોડી કરી રહ્યા છે. ઇમારતોનો કાટમાળ ચારે બાજુ વેરવિખેર છે. ગેસ બ્લાસ્ટને કારણે સમગ્ર આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. સાત માળની ઇમારત પણ નાશ પામી છે. માહિતી મળતાની સાથે જ બચાવ ટીમને અહીં મોકલવામાં આવી હતી. જે બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પહેલીવાર નથી કે ગેસ વિસ્ફોટ થયો હોય આ પહેલા પણ ઘણી વખત જોવા મળ્યું છે. ગત મહિને ડાલિયનમાં રહેણાંક મકાનમાં થયેલા વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લિક્વિફાઈડ ગેસ સ્ટોરેજ ટાંકી લીક થઈ અને બપોરના સુમારે વિસ્ફોટ થયો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ચીનમાં ગેસ લીક ​​થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આ વર્ષે જૂન મહિનામાં પણ દેશના એક રહેણાંક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેસ વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા. ચીનના સરકારી મીડિયા અનુસાર, આ વિસ્ફોટ એટલો મોટો હતો કે તેના કારણે 100 થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. હુબેઈ પ્રાંતના ઝાંગવાન જિલ્લાના શીઆન શહેરમાં વહેલી સવારે વિસ્ફોટ થયો હતો.

આ પણ  વાંચો : હવે પેટ્રોલ-ડીઝલની નહીં રહે જરુર ! 60-62 રૂપિયા વાળા ઈંધણ પર ચાલશે કાર, જાણો શું છે નિતિન ગડકરીનો પ્લાન

આ પણ વાંચો : Uttrakhand Rain: ઉત્તરાખંડમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું આજે હવાઈ નિરીક્ષણ કરશે ગૃહ મંત્રી અમિત શાહ, અત્યાર સુધી 55ના મોત

આ પણ વાંચો : રામાયણ સિરિયલમાં પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન, 100 થી વધુ ફિલ્મોમાં અભિનય

Next Article