ચીન પોતાની કોરોના વેક્સિન ખરીદવા માટે નેપાળ પર કરી રહ્યું છે દબાણ, જાણો પત્રમાં શું આપી ધમકી

|

Feb 08, 2021 | 11:50 AM

વિશ્વમાં વેકિસન બાબતે ભારતની થયેલી વાહવાહી બાદ ચીન દિવસેને દિવસે વધુ બેચેન થઇ રહ્યું છે. ચાઇનીઝ વેક્સિન માટે હવે તે નેપાળ પર દબાણ લાવી રહ્યું છે.

ચીન પોતાની કોરોના વેક્સિન ખરીદવા માટે નેપાળ પર કરી રહ્યું છે દબાણ, જાણો પત્રમાં શું આપી ધમકી
બેચેન ચીન

Follow us on

વેક્સિન ડિપ્લોમસીમાં ચીન ભારતને પછાડીને આગળ નીકળી ગયું છે. તેનો દબાવ ચચીન પર જોવા મળી રહ્યો છે. ચીન નેપાળ ઉપર તેની કોરોના રસી ખરીદવા માટે દબાણ આપી રહ્યું છે. નેપાળના વિદેશ મંત્રાલય અને કાઠમાંડુમાં ચીની દૂતાવાસ વચ્ચે થયેલા સંદેશાવ્યવહાર જાહેર થયા છે. જે બાદ આ વાત પ્રકાશમાં આવી છે. નેપાળના મીડિયાએ લીક થયેલા દસ્તાવેજોને ટાંકીને જણાવ્યું છે કે ચીને નેપાળ સરકાર પર સાયનોવાક રસી ખરીદવા માટે દબાણ ઉભું કર્યું છે.

તાત્કાલિક રસીકરણ શરૂ થાય
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન રસી પરીક્ષણની પૂરતી માહિતી આપ્યા વિના જ રસી ખરીદવા માટે દબાણ લાવી રહ્યું છે. બેઇજિંગ વતી કહેવામાં આવ્યું છે કે કાઠમંડુએ વિલંબ કર્યા વિના સિનોવાક રસીનું (Sinovac Vaccine) રસીકરણ શરૂ કરી દેવું જોઈએ. આ સંદર્ભમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ ઇ (Wang Yi) એ પણ તેમના નેપાળી સમકક્ષ પ્રદીપ કુમાર ગ્યાવલી સાથે ફોન પર વાત કરી હતી. ચીનની સાયનોફોર્મ કંપની સાયનોવાક કોવિડ -19 રસી બનાવી રહી છે, જેની કાર્યક્ષમતા પર અનેક વાર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

અત્યારે નહીં લો તો પછી રાહ જોવી પડશે
અહેવાલ મુજબ, ચીને નેપાળને પહેલા ફ્રીમાં વેક્સિન લેવા અને ત્યાર બાદ ખરીદવાનું કહ્યું છે. નેપાળ સરકારને મોકલવામાં આવેલા પત્રમાં ચીની દૂતાવાસે ચેતવણી આપતા કહ્યું છે કે નેપાળે તાત્કાલિક રસીકરણ શરૂ કરવું જોઈએ. પત્રમાં વધુમાં જણાવાયું છે કે જો નેપાળે તેમ ન કર્યું તો બાદમાં તેને લાંબી રાહ જોવી પડશે. ચીની દૂતાવાસે હજી સુધી પત્રની પુષ્ટિ કરી નથી, પરંતુ નેપાળી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેમને આવો પત્ર મળ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કેમ ચીન છે બેચેન
નેપાળ સહિત ઘણા દેશોમાં ભારતે કોરોના વેક્સિન ભેટ આપી છે. નેપાળના વડા પ્રધાને આ ભેટ બદલ ભારતની પ્રશંસા કરી હતી. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની પ્રશંસા થઇ રહી છે. જેના કારણે ચીનને ચેન નથી પડી રહ્યું. પહેલા તેણે નેપાળને સાયનોવાક રસીના 3 લાખ ડોઝ આપવાની વાત કરી અને ત્યાર બાદ ચીન ધાકધમકી પર ઉતારી આવ્યું છે. અહેવાલ અનુસાર બ્રાઝિલમાં સાયનોવાક રસીની કાર્યક્ષમતાનો અંદાજ માત્ર 50.4% હતો. આ બાદ ત્યાં તેના ટ્રાયલને બંદ કરી દેવામાં આવ્યું.

Next Article