AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2300 કરોડનું રોકાણ કરીને ‘સુપર બ્રેઈન’ તૈયાર કરી રહ્યું છે ચીન, જાણો શું છે સમગ્ર સ્ટોરી

ચીન એક AI બનાવી રહ્યું છે જેની મદદથી તે તેના સૈનિકોની વફાદારીનું પરીક્ષણ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનનું આ નવું AI ગુનાઓની પણ આગાહી કરશે. આ AIની મદદથી ચીન વૈશ્વિક સ્તરે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો, સંશોધકો અને વ્યક્તિગત નિષ્ણાતોને નિશાન બનાવશે.

2300 કરોડનું રોકાણ કરીને 'સુપર બ્રેઈન' તૈયાર કરી રહ્યું છે ચીન, જાણો શું છે સમગ્ર સ્ટોરી
China
| Updated on: Mar 01, 2024 | 11:44 PM
Share

AI એક એવું નામ છે જેણે આજે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. AIમાં દરરોજ નવા ફેરફારો આવી રહ્યા છે જે આપણા રોજિંદા કાર્યોને સરળ બનાવી રહ્યા છે, પરંતુ એક સત્ય એ છે કે જો ધ્યાન આપવામાં નહીં આવે તો AI ટૂંક સમયમાં માનવ સભ્યતા પર શાસન કરવાનું શરૂ કરશે.

AI કંઈ કરે કે ન કરે પાડોશી દેશ ચીન તેની હરકતો ઓછી કરવાનું નામ નથી લઈ રહ્યું. ચીનને બધાની ખબર રાખવાની આદત છે. ત્યારે એવી ચર્ચા છે કે ચીન એક નવું AI ‘સુપર બ્રેઈન’ બનાવી રહ્યું છે જે લાખો પશ્ચિમી વૈજ્ઞાનિકો પર નજર રાખી શકશે.

ચીનનું ‘સુપર બ્રેઈન’

સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીન AIને લઈને ખૂબ જ પ્રગતિશીલ રહ્યું છે. ચીન એક AI બનાવી રહ્યું છે જેની મદદથી તે તેના સૈનિકોની વફાદારીનું પરીક્ષણ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનનું આ નવું AI ગુનાઓની પણ આગાહી કરશે. આ AIની મદદથી ચીન વૈશ્વિક સ્તરે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો, સંશોધકો અને વ્યક્તિગત નિષ્ણાતોને નિશાન બનાવશે. તે શોધી કાઢશે કે તેઓ શું કરી રહ્યા છે, તેઓ કેવા પ્રકારનું સંશોધન કરી રહ્યા છે.

સમગ્ર વિશ્વ માટે ખતરો

ડેટાની મદદથી આ ચાઇનીઝ AI તેમના મગજને વાંચશે અને તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેનઝેન શહેર સરકાર તેના વિકાસ માટે 220 મિલિયન પાઉન્ડથી વધુનું રોકાણ કરી રહી છે. આ ચીનને અત્યાર સુધીની સૌથી અનોખી ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરશે. સાયબર નિષ્ણાતો માને છે કે વૈશ્વિક લોબી બનાવવાની જરૂર છે. જો આવું થાય તો તે માત્ર એક દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો બની શકે છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">