ચીને તવાંગમાં LACથી 150 મીટર દૂર રોડ બનાવ્યો અને ભારતીય ચોકી પર હુમલો કર્યો, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
તવાંગમાં (Tawang) ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર થયેલા હુમલાને લઈને ઓસ્ટ્રેલિયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પોતાના રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે કે એક વર્ષની અંદર ચીને LACથી માત્ર 150 મીટર દૂર નવો રોડ બનાવ્યો છે. ત્યાર પછી આ રોડનો ઉપયોગ ભારતીય ચોકી પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો.

ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં અથડામણને 10 દિવસ થઈ ગયા છે. લદ્દાખની ગલવાન ખીણમાં હિંસા પછી આ સૌથી હિંસક અથડામણ છે. ઓસ્ટ્રેલિયાના નિષ્ણાતોએ સેટેલાઈટ તસવીરોના આધારે ખુલાસો કર્યો છે કે તવાંગ જિલ્લાના યાંગત્સે પઠાર વિસ્તારમાં ભારતે ચીન પર પોતાની વ્યૂહાત્મક રીતે ફાયદો ઉઠાવ્યો છે. આ જ કારણ છે કે આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારમાં ભારતીય સેનાને હરાવવા માટે છેલ્લા 1 વર્ષમાં ચીને નવું સૈન્ય અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, જેથી તે ઝડપથી પોતાની સેના આ વિસ્તારમાં મોકલી શકે. ચીનનો રસ્તો LACથી 150 મીટર સુધી પહોંચ્યો છે.
ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ ચીને ડોકલામથી અરુણાચલ પ્રદેશ સુધી એટલા મોટા પાયે સૈનાની તૈયારીઓ કરી છે કે બંને દેશો વચ્ચે ગમે ત્યારે સંઘર્ષ થઈ શકે છે. તે ઈરાદાપૂર્વક પણ હોઈ શકે છે. ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે તવાંગ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચીન ભૂટાનની સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યું છે, ભારત તવાંગથી તેના પર સરળતાથી નજર રાખી શકે છે.
તેમને કહ્યું કે યાંગત્સે પઠાર વ્યૂહાત્મક રીતે બંને દેશો માટે મહત્વપૂર્ણ છે. તે સમુદ્ર સપાટીથી 5700 મીટરની ઉંચાઈ પર છે. આ સમગ્ર વિસ્તાર પર નજર રાખવાનું સરળ છે. તેના પર ભારતનો કબજો છે જેથી તે સેલા પાસને ચીનથી બચાવી રાખવામાં સક્ષમ છે. સેલા પાસ જ તવાંગને જોડવાનો એકમાત્ર રસ્તો છે.
ચીનનું ગામ LACથી માત્ર 150 મીટર દૂર
ભારત સેલા પાસ પાસે એક સુરંગ બનાવી રહ્યું છે જે વર્ષ 2023 સુધીમાં તૈયાર થઈ જશે. આ પછી પણ યાંગત્સે પઠારથી તવાંગ જતા દરેક વાહન પર નજર રાખવામાં આવશે. ભારતીય સેના અહીં ઊંચાઈવાળા વિસ્તારમાં ચોક્કસપણે હાજર છે, પરંતુ યુદ્ધના સમયે તેની સપ્લાય લાઈન સરળતાથી કાપી શકાય છે. અહીં બનાવેલ રોડ પણ તૂટેલાં છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ચીન યાંગત્સે પઠારમાં નીચાણવાળા વિસ્તારમાં છે પરંતુ ચીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત કરતાં ઘણા મોટા પાયા પર રોકાણ કર્યું છે.
ગયા વર્ષે ચીને નવો રોડ બનાવ્યો છે. ચીને ઘણા રસ્તાઓનું સમારકામ કર્યું છે અને તેને તેના નવા વસેલા ગામ સાથે જોડ્યું છે. ચીનનું આ ગામ LACથી માત્ર 150 મીટર દૂર છે. ચીને પણ દરેક ઋતુને અનુરૂપ રોડ બનાવવામાં આવ્યો છે. ચીનની સેનાએ LAC પાસે કેમ્પ પણ બનાવ્યા છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આ નવા રોડની મદદથી ચીની સૈનિકો 9 ડિસેમ્બરે ભારતીય બોર્ડર પોસ્ટ પર કબજો કરવા પહોંચ્યા હતા.
ચીનના સૈનિકોની સંખ્યા 200 થી 600 ની વચ્ચે હતી. આ રીતે ચીને ભારત દ્વારા મેળવેલા વ્યૂહાત્મક લાભને ઘટાડવા માટે તેની સેનાને ઝડપથી તૈનાત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાંબા સમય સુધી ચાલતી ટ્રાન્સપોર્ટ સુવિધા અને તેની સાથે જોડાયેલી ક્ષમતાની મદદથી ચીનની સેનાએ ભારત વિરુદ્ધ એવી ક્ષમતા બનાવી છે જે સંઘર્ષ દરમિયાન નિર્ણાયક બની શકે છે.