Chicago News : શિકાગોના રોમિયોવિલેમાં બે બાળકો સહિત ચાર લોકોની ગોળી મારીને કરવામાં આવી હત્યા
શિકાગોના રોમિયોવિલેમાં એક ઘરમાંથી ચાર લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને આ અંગે જાણ થયા બાદ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે શૂટરને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.
શિકાગો (Chicago) સાઉથ રોમિયોવિલે વિસ્તારમાં એક ઘરમાં ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચારમાંથી બે લોકો પુખ્ત વયના હતા જ્યારે અન્ય બે બાળકો હોવાનું સામે આવ્યું છે. પોલીસ (police) અધિકારીઓને લગભગ 8:43 વાગ્યે કોન્કોર્ડ એવન્યુના 500-બ્લોકમાં પહોંચ્યા હતા અને ઘરની અંદર બે પુખ્ત વયના લોકો અને બે બાળકોની લાશ મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે ત્રણ કૂતરાઓને પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
રોમિયોવિલેમાં રવિવારની રાત્રે બે બાળકો સહિત ચાર લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. રોમિયોવિલેના ઘરની અંદર ચાર લોકો મૃત હાલતમાં મળી આવ્યા બાદ પોલીસ શૂટરને શોધી રહી છે. ઘરમાંથી 2 બાળકો સહિત 4 મૃત મળી આવ્યા બાદ રોમિયોવિલે પોલીસ શૂટરને શોધી રહી છે.
સોમવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાની હત્યા-આત્મહત્યા તરીકે તપાસ કરી રહ્યાં છે અને તેઓ શંકાસ્પદ વ્યક્તિને શોધી રહ્યા છે. પોલીસ દ્વારા માર્યા ગયેલા બે લોકોની ઓળખ રોબર્ટો રોલોન અને ઝોરેડા બાર્ટોલોમી તરીકે કરવામાં આવી હતી. પોલીસે માર્યા ગયેલા બે બાળકોના નામ જાહેર કર્યા નથી કે તેઓ પુખ્ત વયના લોકોને ઓડખતા હતા.
પડોશીઓએ જણાવ્યું હતું કે પરિવાર તાજેતરમાં જ છેલ્લા કેટલાક મહિનામાં કોનકોર્ડ એવન્યુના 500-બ્લોકમાં આવેલા ઘરમાં રહેવા આવ્યો હતો. એક ઘરની અંદર ચાર લોકોને ગોળી મારીને હત્યા કરાયેલા મળી આવ્યા બાદ રોમિયોવિલે પોલીસ તપાસ અંગે અપડેટ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે પરિવારના એક સભ્યએ તેમને ફોન કર્યો હતો. તેઓ પુરાવાઓ માટે ઘરની નોન-સ્ટોપ કોમ્બિંગ કરી રહ્યાં છે કારણ કે તેઓ લીડ્સ એકત્રિત કરવાનું કામ કરે છે.
રોમિયોવિલે પોલીસ ડેપ્યુટી ચીફ ક્રિસ બર્ને જણાવ્યું હતું કે, “અમારો સંપર્ક કર્યાના 18 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને અમે આરોપીની શોધખોળ કરી રહ્યા છે. રોમિયોવિલે પોલીસના ડેપ્યુટી ચીફ ક્રિસ બર્ને કહ્યું: “અમે સક્રિય રીતે આરોપીને શોધી રહ્યા છીએ, આસપાસના લોકો, પાડોશીઓ, મિત્રો અને સહકર્મીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે લોકોને અને આ કેસ સાથે જોડાયેલ લોકોને તપાસમાં સહયોગ કરવાની વિનંતી કરી છે.
તપાસ દરમિયાન એક પડોશીએ જણાવ્યું હતું કે અમને આ નાગે કોઈ જ જાણ થઈ ન હતી. મૃત પરિવારના લોકો પાડોશીઓ સાથે વધુ વાતચીત કરતાં હતા નહીં. અમે ક્યારેય બહાર ક્યારેય બાળકોને રમતા જોયા નથી અને મારે એક બાળક છે. મને ખરેખર ખબર નથી કે શું થયું અને આ ખૂબ જ ડરામણી ઘટના છે. અમારા એરિયામાં આવું પહેલીવાર થયું છે. અમારો પરિવાર ગભરાઈ ગયો છે.
તપાસકર્તાઓનું માનવું છે કે ગોળીબાર રાત્રે 9 વાગ્યાની વચ્ચે થયો હતો. શનિવાર રાત્રે 9 વાગ્યાથી રવિવારે સવારે 5 વાગ્યેની વચ્ચે આ ઘટના બની હતી. રોમિયોવિલે પોલીસ વિભાગે આ ઘટના અંગે માહિતી ધરાવનારને 815-886-7219 પર સંપર્ક કરવા જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો