Chicago News: ઘરમાં ઘૂસીને માતા-પિતા, 2 બાળકો અને 3 પાલતુ શ્વાનને ગોળી મારી હત્યા, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
અમેરિકાના શિકાગોમાં એક ઘરમાંથી એક દંપતી, તેમના બે નાના બાળકો અને પરિવારના ત્રણ પાલતુ શ્વાનના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યુ કે અમારા ડિટેક્ટીવ્સ અને ક્રાઇમ સીન તપાસકર્તાઓએ છેલ્લા 36 કલાક પુરાવા એકત્ર કરવામાં વિતાવ્યા છે. ભોગ બનનારને વહેલી તકે ન્યાય મળે તેવી કામગીરી કરવામાંની ખાતરી આપી હતી.

Chicago Crime : શિકાગો પોલીસને રોમિયોવિલેના એક એપાર્ટમેન્ટમાં એક દંપતી, તેમના બે બાળકો અને ત્રણ શ્વાનના મૃતદેહ મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસ અધિકારીઓ તેના ઘરે પહોંચ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પરિવારના કોઈ સભ્ય કામ પર ન ગયા અને દિવસભર સંબંધીઓ અથવા મિત્રોના ફોન કોલ્સનો જવાબ ન આપતાં તેઓ ચિંતિત બન્યા.
અમેરિકાના શિકાગોમાં એક ઘરમાંથી એક દંપતી, તેમના બે નાના બાળકો અને પરિવારના ત્રણ પાલતુ શ્વાનના મૃતદેહ મળી આવ્યા હતા. શિકાગો પોલીસે જણાવ્યું હતું કે તેમના મૃતદેહ રાત્રે 8:40 વાગ્યાની આસપાસ મળી આવ્યા હતા જ્યારે વરિષ્ઠ અધિકારીઓ તપાસ માટે રવિવારે રાત્રે તેમના રોમિયોવિલે ઘરે પહોંચ્યા હતા.
36 કલાકની તપાસ બાદ પોલીસ ટીમ કયા નિષ્કર્ષ પર પહોંચી, શું કહ્યું?
એક અહેવાલ દ્વારા બાયર્નને અનુલક્ષીને કહેવામા આવ્યું હતું કે, “અમારા ડિટેક્ટીવ્સ અને ક્રાઇમ સીન તપાસકર્તાઓએ છેલ્લા 36 કલાક પુરાવા એકત્ર કરવામાં વિતાવ્યા છે.” તેમણે ઉમેર્યું, આ કોઈ રેન્ડમ ઘટના નથી. તેથી, અધિકારીઓ દ્વારા વિવિધ સ્થળોએ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રોમિયોવિલેના મેયર જ્હોન નોકે જણાવ્યું હતું કે, “આ હત્યાકાંડની અમે સંપૂર્ણ તપાસ કરીએ તે મહત્વપૂર્ણ છે અને અમે અમારા તમામ સંસાધનો આ કાર્ય માટે લગાવ્યા છે. ભોગ બનનારને ન્યાય મળવો જોઈએ.”
આ પણ વાંચો : Sydney News: ઓસ્ટ્રેલિયા સિડનીમાં સપ્ટેમ્બરની આક્રમક ગરમીને કારણે 65 જગ્યાએ આગના બનાવ, તંત્ર થયું દોડતું
સ્થાનિક લોકોએ જણાવ્યું- રોમિયોવિલે પોલીસ શું તપાસ કરવા તેમના ઘરે પહોંચી હતી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પરિવારના કોઈ સભ્ય કામ પર ન ગયા અને દિવસભર સંબંધીઓ અથવા મિત્રોના ફોન કોલ્સનો જવાબ ન આપતાં તેઓ ચિંતિત બન્યા પછી યુએસ પોલીસને ઘરની તપાસ માટે બોલાવવામાં આવી હતી. મૃતક દંપતીના બાળકો રોમિયોવિલેમાં રોબર્ટ સી. હિલ એલિમેન્ટરી, વેલી વ્યૂ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ 365Uમાં ભણ્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો