Ukraine Russia War : મારીયુપોલ પર કેમિકલ હુમલો હજારો લોકો માર્યા ગયા, જાણો 10 પોઈન્ટમાં યુદ્ધ સાથે જોડાયેલા મોટા અપડેટ્સ
Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલા હજુ પણ ચાલુ છે. હજારો લોકોના મોત અને ભયાનક તબાહી પછી પણ રશિયા આ હુમલાને રોકવા તૈયાર નથી. જ્યારે યુક્રેન વારંવાર વાતચીતની તરફેણમાં બોલી રહ્યું છે.
Ukraine War: રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચે શરૂ થયેલા યુદ્ધ (Russia Ukraine War)ને દોઢ મહિનાથી વધુ સમય પૂરો થઈ ગયો છે. આ સમય દરમિયાન યુક્રેનના મોટાભાગના લોકો દેશ છોડીને ભાગી ગયા છે, હજારો લોકો જેઓ ભાગી શક્યા નથી તેમની હત્યા કરવામાં આવી છે. બુચા (Bucha) સહિત ઘણા મોટા શહેરોમાં હત્યાકાંડની ઘટનાઓ નોંધાઈ છે, જ્યાં લોકોની હત્યા કરવામાં આવી હતી અને તેમના મૃતદેહોને સામૂહિક કબરોમાં ફેંકી દેવામાં આવ્યા હતા. રશિયા હજુ પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. તે મોટા હુમલાની તૈયારી કરી રહ્યો છે. બીજી તરફ, યુક્રેનનું કહેવું છે કે,યુક્રેન આ હુમલાઓનો બહાદુરીથી સામનો કરશે પરંતુ તે યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીતના પક્ષમાં પણ છે.
1.રશિયાના સૈન્યએ યુક્રેનિયન શહેર મેરિયુપોલ પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે યુક્રેનિયન સેના તેને પાછળ ધકેલવા માટે શક્ય તેટલું બધું કરી રહી હોવાનું જણાયું હતું.રશિયાનો પ્રયાસ કબજે કરેલા ક્રિમીઆને અલગતાવાદીઓના કબજા હેઠળના ડોનેટ્સક અને લુહાન્સ્ક પ્રદેશો સાથે જોડવાનો છે. મારીયુપોલ એ જગ્યા છે જ્યાં એક સમયે ચાર લાખ લોકો રહેતા હતા. પરંતુ રશિયાના હુમલા બાદ મોટાભાગના લોકો દેશ છોડીને ભાગી ગયા છે.
2.ડેઈલી મેલના અહેવાલ મુજબ રશિયાએ દક્ષિણી બંદર શહેર માર્યુપોલ પર રાસાયણિક હથિયારથી હુમલો કર્યો છે. ત્યારથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેના ફેફસાં કામ કરી રહ્યાં નથી અને અન્ય ઘણા ગંભીર લક્ષણો દેખાઈ રહ્યાં છે. અહીં ડ્રોનમાંથી એક અજાણી વસ્તુ ફેંકવામાં આવી હતી.
3.યુનાઈટેડ નેશન્સે અહેવાલ આપ્યો છે કે, યુક્રેનના બે તૃતીયાંશ બાળકોએ પોતાનું ઘર છોડી દીધું છે. અહીં યુદ્ધના કારણે 142 બાળકોના મોત થયા છે. યુએન ચિલ્ડ્રન્સ એજન્સીનું કહેવું છે કે, જીવ ગુમાવનારા બાળકોની સંખ્યા આનાથી પણ વધુ હોઈ શકે છે.
4.મેરીયુપોલના મેયર વદ્યમ બોયચેન્કોએ રશિયા પર 10,000 થી વધુ નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. મેરીયુપોલના મેયરે સોમવારે જણાવ્યું હતું કે, મૃત્યુઆંક 20,000 ને વટાવી શકે છે. કારણ કે રસ્તાઓ પર લોકોના મૃતદેહ પડ્યા છે અને રશિયાના હુમલાઓ ઓછા થઈ રહ્યા નથી . માનવતાવાદી સહાયને પણ અહીં આવતા અટકાવવામાં આવી રહી હતી.
5.યુક્રેનની સેનાનું કહેવું છે કે, તે મેરીયુપોલને બચાવવા માટે અંતિમ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે કારણ કે, રશિયન સૈન્યનો દારૂગોળો ખતમ થઈ રહ્યો છે.
6.યુરોપિયન યુનિયને રશિયા સામે નવા પ્રતિબંધો લગાવવા માટે એકતાની હાકલ કરી છે. યુરોપિયન યુનિયનના વિદેશ પ્રધાનોએ સોમવારે રશિયા પર છઠ્ઠા રાઉન્ડના પ્રતિબંધો લગાવવાની ચર્ચા કરી હતી, પરંતુ સર્વસંમતિ સુધી પહોંચવામાં મુશ્કેલીઓ છે.
7.અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડન રશિયાથી તેલની આયાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. જોકે, વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ,ભારત રશિયા પાસેથી જે તેલ લે છે તે યુરોપ દ્વારા લેવામાં આવતા તેલ કરતાં ઓછું છે.
8.યુક્રેનના સંરક્ષણ પ્રધાને કહ્યું કે રશિયાએ પૂર્વ યુરોપના ડોનેસ્ક અને લુહાન્સ્ક પ્રદેશો પર હુમલો કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. લુહાન્સ્કના ગવર્નરે જણાવ્યું હતું કે રશિયા આ ક્ષેત્રમાં તેના સશસ્ત્ર વાહનોને આગળની લાઇન પર લાવી રહ્યું છે.
9.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે ડોનબાસમાં રશિયાનું મુખ્ય લક્ષ્ય મેરીયુપોલ બંદર છે. તે નવા હુમલા કરવા માટે તેના સૈનિકોને અહીં એકઠા કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ચાન્સેલર કાર્લ નેહમરે તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે મોટા હુમલાની તૈયારી કરવામાં આવી રહી છે.
10.રશિયાએ દાવો કર્યો છે કે, અમેરિકા અને બ્રિટન યુક્રેનને નકલી દાવા ફેલાવવામાં મદદ કરી રહ્યા છે. યુક્રેનના સામાન્ય નાગરિકોને હેરાન કરવાના દાવાઓ (મહિલાઓ પર બળાત્કાર અને લોકોની હત્યા) સહિત. રશિયાને બદનામ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો :CSKને મોટો ફટકો , દીપક ચહરની ઈજા ચેન્નાઈ સુપર કિંગ્સને ઘણી મોંઘી પડી, IPL 2022 રમવા સામે પ્રશ્નાર્થ