એન્જેલા મર્કેલનો જર્મનીના લોકોને છેલ્લો સંદેશ, વેક્સિનેશનથી મૃત્યુ અટકાવી શકાયા હોત, કોરોના રસી જરૂર લો

|

Dec 05, 2021 | 2:34 PM

Angela Merkel Last Message to Germany: જર્મનીમાં અત્યાર સુધીમાં 68.9 ટકા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, પરંતુ આ સરકારના 75 ટકાના લક્ષ્યાંક કરતાં ઓછી છે. તાજેતરના સમયમાં, કોવિડ-19ના વધતા કેસ માટે રસી ન અપાવતા લોકોને જવાબદાર ગણવામાં આવે છે.

એન્જેલા મર્કેલનો જર્મનીના લોકોને છેલ્લો સંદેશ, વેક્સિનેશનથી મૃત્યુ અટકાવી શકાયા હોત, કોરોના રસી જરૂર લો
Angela Merkel (File Photo)

Follow us on

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે દેશના લોકોને કોવિડ -19 રસીકરણ શક્ય તેટલી વહેલી તકે કરાવવાની અપીલ કરી છે. આગામી અઠવાડિયે પોતાનું પદ છોડનાર ચાન્સેલર મર્કેલની દેશવાસીઓને છેલ્લી સંભવિત અપીલ કરી છે. મર્કેલનો આ વીડિયો સંદેશ ફેડરલ અને રાજ્ય સરકારો દ્વારા COVID-19 મહામારી(Coronavirus in Germany)ની સાંકળ તોડવા માટે પગલાં લીધાના બે દિવસ પછી આવ્યો છે. જે તેમનો છેલ્લો સાપ્તાહિક સંદેશ માનવામાં આવે છે.

નવા પગલાં હેઠળ, જે લોકોને રસી આપવામાં આવી નથી તેઓને બિન જરૂરી વસ્તુઓની દુકાનો, રેસ્ટોરાં અને રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સ્થળોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સંસદ લાંબા ગાળાના પગલા (Germany Covid-19 Vaccination) તરીકે રસીકરણને ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે.

જર્મનીમાં અત્યાર સુધીમાં 68.9 ટકા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, પરંતુ આ સરકારના 75 ટકાના લક્ષ્યાંક કરતાં ઓછી છે. તાજેતરના સમયમાં, કોવિડ-19ના વધતા કેસ માટે રસી ન અપાવતા લોકોને જવાબદાર ગણવામાં આવે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સંક્રમણ દરમાં આવી રહી છે સ્થિરતા

સત્તાવાર ડેટા દર્શાવે છે કે હવે સંક્રમણ દર સ્થિર થઈ રહ્યો છે પરંતુ તેમ છતાં તેનું સ્તર ઊંચું છે. જર્મનીના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે શનિવારે જણાવ્યું કે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના 64,510 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 378 દર્દીઓના મોત થયા છે.

દેશમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 1,02,946 લોકો મૃત્યુ પામ્યા છે (Germany Coronavirus Numbers). મર્કેલે પોતાના સંદેશમાં કહ્યું, ‘કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારાઓ પાછળ જે પરિવાર અને મિત્રોને છોડી ગયા છે. તેઓ સ્તબ્ધ, અવાચક અને લાચાર છે. આ એક કડવો અનુભવ છે કારણ કે અસરકારક રસીકરણની મદદથી તેને ટાળી શકાયું હોત. આપણા હાથમાં તેની ચાવી છે.

ઓમિક્રોન વેરિઅન્ટ વધુ સંક્રામક

તેઓએ તેમની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો કે જર્મનો વાયરસને ગંભીરતાથી લે. મર્કેલે કહ્યું કે નવું ઓમિક્રોન વેરિઅન્ટ “અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ ચેપી લાગે છે”. તેથી રસી લો, તે પ્રથમ ડોઝ છે કે બૂસ્ટર છે તેનાથી કોઈ ફરક પડતો નથી. દરેક રસીકરણ મદદ કરશે.’

નોંધનીય છે કે મર્કેલ બુધવારે પદ છોડશે તેવી અપેક્ષા છે અને તેમની જગ્યાએ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા ઓલાફ સ્કોલ્ઝ આવશે, જે ડેપ્યુટી ચાન્સેલર છે. સ્કોલ્ઝે શનિવારે કહ્યું કે તેમની સરકારનું પહેલું કામ કોરોના મહામારી સામે પૂરી તાકાતથી લડવાનું રહેશે.

આ પણ વાંચો: સાવધાનઃ ​​આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરવું ક્યાંક બની ન જાય ટ્રિગર ફિંગર્સનું કારણ, જાણો તેનો ઉપાય

આ પણ વાંચો: એઈમ્સના ઓફિસ બોયએ લગાવ્યું ઓમિક્રોન વેરિયન્ટનું WhatsApp સ્ટેટસ, પહોંચ્યો જેલના સળીયા પાછળ!

Published On - 12:50 pm, Sun, 5 December 21

Next Article