Pakistan: ઈમરાન ખાન દેશમાં હિંસા ભડકાવી રહ્યા છે ! આગજની-અરાજકતા ફેલાવવાનો કેસ નોંધાયો

|

May 27, 2022 | 6:41 AM

હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ જો ઈમરાનખાને જાહેરાત કર્યા મુજબ છ દિવસ પછી બીજીવાર વિરોધ રેલી યોજશે, તો સરકાર પીટીઆઈના કેટલાક નેતાઓને પકડવા માટે આ કેસોનો ઉપયોગ કરી શકે છે.

Pakistan: ઈમરાન ખાન દેશમાં હિંસા ભડકાવી રહ્યા છે ! આગજની-અરાજકતા ફેલાવવાનો કેસ નોંધાયો
PTI Protest
Image Credit source: AFP

Follow us on

પાકિસ્તાનમાં ગુરુવારે, પોલીસે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Imran Khan) અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના અન્ય વરિષ્ઠ નેતાઓ સામે આગજની અને તોડફોડના બે અલગ અલગ બનાવમાં કેસ નોંધ્યા હતા. આ આરોપો બુધવારે રાત્રે ઈસ્લામાબાદમાં (Islamabad) ‘આઝાદી’ રેલી દરમિયાન પીટીઆઈ સમર્થકો દ્વારા અનેક સ્થળોએ આગ લગાડવાની ઘટનાઓ સાથે જોડાયેલા છે. પ્રથમ કેસમાં જિન્ના એવન્યુ પર આગજની અને તોડફોડ માટે એફઆઈઆર નોંધવામાં આવી છે, જ્યારે બીજી એફઆઈઆર ઈસ્લામાબાદ શહેરના એક્સપ્રેસ ચોક વિસ્તારમાં આગ લગાવવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે નોંધવામાં આવી છે.

બંને એફઆઈઆર પોલીસ અધિકારીઓની ફરિયાદ પર નોંધવામાં આવી હતી, પરંતુ બીજા કેસમાં દેખીતી રીતે ઈમરાન ખાન અને પીટીઆઈના વરિષ્ઠ નેતાઓ અસદ ઉમર, ઈમરાન ઈસ્માઈલ, રાજા ખુર્રમ નવાઝ, અલી અમીન ગાંડાપુર અને અલી નવાઝ અવાનના નામ છે. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ જો ઈમરાનખાને જાહેરાત કર્યા મુજબ છ દિવસ પછી બીજીવાર વિરોધ રેલી યોજશે, તો સરકાર પીટીઆઈના કેટલાક નેતાઓને પકડવા માટે આ કેસોનો ઉપયોગ કરી શકે છે.

ઈમરાન ખાનનું શાહબાઝ સરકારને અલ્ટીમેટમ

આઝાદી માર્ચમાં સામેલ થયેલા પીટીઆઈના હજારો કાર્યકર્તા અને સમર્થકોને જિન્ના એવેન્યુ ખાતે સંબોધતા, ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાનખાને, વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકારને પ્રાંતીય એસેમ્બલીઓનું વિસર્જન કરવા અને નવી સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવા માટે છ દિવસનો સમય આપ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર આમ નહીં કરે તો તેઓ આખા દેશની સાથે રાજધાનીમાં ફરીથી રેલી યોજશે. જણાવી દઈએ કે પીટીઆઈના કાર્યકર્તાઓ દ્વારા ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેને જોતા ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

અલ્ટીમેટમ પર શાહબાઝ શરીફનો પલટવાર

આ પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે વળતો જવાબ આપતા કહ્યું કે ઈમરાનખાનની ચેતવણીની કોઈ અસર થશે નહીં અને ચૂંટણીની તારીખ સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. વિરોધ રેલી પહેલા નેશનલ એસેમ્બલીમાં તેમના સંબોધનમાં, શાહબાઝે કહ્યું, “હું આ જૂથના નેતા ( ઈમરાનખાનની પીટીઆઈ પાર્ટી) ને સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમારી ધમકી કામ કરશે નહીં.” ચૂંટણી ક્યારે યોજાશે તે સંસદ નક્કી કરશે. જો કે, વડાપ્રધાન ગમે ત્યારે સંસદ ભંગ કરી શકે છે અને નવી ચૂંટણીની જાહેરાત કરી શકે છે.

 

 

Next Article