એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન કાર્ગો પ્લેનના બે ટુકડા થયા, જુઓ VIDEO

|

Apr 08, 2022 | 1:55 PM

આ દુર્ઘટના (Plane Accident) સવારે 10:30 વાગ્યે બની હતી, જ્યારે બોઇંગ એરક્રાફ્ટ નંબર 757 એરક્રાફ્ટે(Aircraft) ટેકઓફની લગભગ 25 મિનિટ પછી યાંત્રિક ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી.

એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન કાર્ગો પ્લેનના બે ટુકડા થયા, જુઓ VIDEO
Cargo Plane

Follow us on

ગુરુવારે કોસ્ટા રિકામાં (Costa Rica) ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) દરમિયાન કાર્ગો પ્લેન ક્રેશ થતાં (Plane Crash) સેન જોસમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, આ પ્લેનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો કારણ કે તે લેન્ડિંગ વખતે રનવે પર સ્લેમ થઈ ગયું હતું અને પાછળના પૈડા તૂટી ગયા હતા. જો કે, પરિસ્થિતિ વિશે માહિતી આપતા કોસ્ટા રિકાના ફાયર ચીફે કહ્યું કે, દુર્ઘટનામાં (Plane Accident) કોઈ જાનહાની થઈ નથી.અહીંના સ્થાનિક રેડ ક્રોસ કાર્યકરના જણાવ્યા અનુસાર આ ગ્વાટેમાલાના પાઈલટને (Pilot) તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાસ્કવેઝે જણાવ્યું હતું કે પાઈલટને નાની-મોટી ઈજાઓ થઈ હતી, પરંતુ બંને ડ્રાઈવરો સભાન હતા અને તેમને બધું સ્પષ્ટ રીતે યાદ હતું.

જુઓ વીડિયો

ક્રૂએ ઈમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી

આ અકસ્માત સવારે 10.30 કલાકે થયો હતો. જ્યારે બોઇંગ એરક્રાફ્ટ નંબર-757 સેન જોસના જુઆન સેન્ટામરિયા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. જે લગભગ 25 મિનિટ પછી યાંત્રિક ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી. ક્રૂએ દેખીતી રીતે એરપોર્ટ પર સ્થાનિક સત્તાવાળાઓને હાઈડ્રોલિક સમસ્યા અંગે ચેતવણી આપી હતી. આ ઘટના બાદ એરપોર્ટને સાંજે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : શ્રીલંકા બાદ પાકિસ્તાનમાં અર્થતંત્રના પાયા ડામાડોળ: ડોલર સામે પાક. રૂપિયો 189ની વિક્રમી સપાટીએ પહોંચ્યો

Next Article