સરકારનો આ તે કેવો આદેશ ! રેસ્ટોરાંમાં સ્ત્રી અને પુરૂષ સાથે બેસીને નહીં કરી શકે ભોજન

|

May 17, 2022 | 1:13 PM

અફઘાનિસ્તાનમાં (Afghanistan) હવેથી સ્ત્રી અને પુરૂષો સાથે બેસીને હોટેલ કે રેસ્ટોરાંમાં (Restaurant)ભોજન કરી શકશે નહીં. અફઘાનિસ્તાનના પશ્ચિમી હેરાત પ્રાંતમાં એક લિંગ ભેદ યોજના લાગુ પાડવામાં આવી છે. બગીચામાં જવા માટે પણ સ્ત્રી પુરૂષ માટે અલગ અલગ દિવસો નક્કી કર્યાં છે.

સરકારનો આ તે કેવો આદેશ ! રેસ્ટોરાંમાં સ્ત્રી અને પુરૂષ સાથે બેસીને નહીં કરી શકે ભોજન
Cannot have meals while sitting together

Follow us on

તાલીબાને જ્યારથી (Afghanistan)અફઘાનિસ્તાનમાં સત્તાની કમાન સંભાળી છે ત્યારથી ત્યાં કટ્ટર કાયદા લાગુ પાડવામાં આવી રહ્યા છે. તાલિબાન અહીં રોજ બરોજ નવા અજીબો ગરીબ મહિલા (women)વિરોધી કાયદા માથે થોપીને અફઘાનિસ્તાનની જનતાને પીડી રહ્યું છે. ક્યારેક મહિલાઓને શાળાએ ન જવાનો આદેશ, ક્યારેક પુરૂષો વિના મહિલાઓને હવાઇ સફર પર પ્રતિબંધ, ક્યારેક બુરખો પહેરવાનું ફરમાન તો ક્યારેક એકલા ઘરમાંથી ન નીકળવાનો આદેશ હોય છે. હવે તાલિબાને આદેશ કર્યો છે કે અફઘાનિસ્તાનના કોઈ પણ રેસ્ટોરાં અને હોટલમાં કોઈ પણ મહિલા કે પૂરૂષ એક સાથે બેસીને જમી શકશે નહીં.

પતિ પત્ની પણ નહીં જઈ શકે એકસાથે

એક અહેવાલ પ્રમાણે તાલિબાનના પશ્ચિમી હેરાંત પ્રાંતમાં એક લિંગ ભેદ યોજના લાગુ પાડી છે. ખામ પ્રેસે હેરાત પ્રાંતના સૂત્રો દ્વારા જણાવ્યું હતું કે પુરૂષો પારિવારિક રેસ્ટોરાંમાં પરિવારના સભ્યો સાથે ભોજન કરવાની અનુમતિ નથી. અફઘાન સમાચાર એજન્સી પ્રમાણે નૈતિક સદગુણના પ્રચાર અને દુરાચારના અટકાવવા માટે પ્રચાર મંત્રાલયે આ કાનૂન પસાર કર્યો છે. અને કહ્યું કે આ કાયદો બધા પર લાગુ થાય છે પછી તે ભલે પતિ અને પત્ની હોય.

એક અફઘાન મહિલાએ ખુલાસો કર્યો હતો કે હેરાત રેસ્ટોરાંના મેનેજરે તેને પોતાના પતિથી અલગ બેસવા માટે કહ્યું હતુ.નૈતિક સદગુણના પ્રચાર અને દુરાચાર અટકાવ મંત્રાલયના તાલિબાન અધિકારી રિયાઝુલ્લાહ સીરતે કહ્યું કે મંત્રાલયે એક નિર્દેશ જાહેર કર્યો છે કેજેમાં હેરાતના સાર્વજનિક પાર્કમાં લિંગ-પૃથક કરવાની આવશ્યકતા છે. જેમાં પુરૂષો અને મહિલાઓને અલગ અલગ દિવસે પાર્કમાં જવાનું કહેવામાં આવે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

બગીચામાં એકસાથે નહીં જઈ શકે મહિલા અને પુરૂષ

તેમણે આગળ કહ્યું કે મહિલાઓ માટે ગુરૂવાર, શુક્રવાર અને શનિવારે બગીચામાં જવા માટે કહ્યું છે. તો અન્ય દિવસોમાં પુરૂષો તેમના મનોરંજન અને વ્યાયામ માટે બગીચામાં જઈ શકશે. તો બીજી તરફ પશ્ચિમી દેશોના વિદેશ મંત્રીઓએ અફઘાન મહિલાઓ પર તાલિબાન દ્વારા લગાવાવમાં આવેલા પ્રતિબંધો વધારવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. તેમના નિવેદન અનુસાર બધા જ અફઘાન લોકો પોતાના મૌલિક માનવાધિકારનો આનંદ લેવા માટે સક્ષમ હોવા જોઈએ જે અવિભાજ્ય છે. જે આતંરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદામાં વ્યક્ત કરવામાં આવ્યું છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમર્થિત છે.

Published On - 1:12 pm, Tue, 17 May 22

Next Article