ભારતના વળતા જવાબથી Canadaના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની શાન ઠેકાણે આવી, વિનંતી કરતા કહી આ વાત
તમને જણાવી દઈએ કે ભારતના વિદેશ મંત્રાલયે કેનેડાના વડાપ્રધાનના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે કેનેડાના વડાપ્રધાન સંસદમાં જે પણ કહે છે તેને અમે નકારીએ છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કેનેડામાં કોઈપણ પ્રકારની હિંસામાં સામેલ હોવાનો ભારત સરકાર પર આરોપ મૂકવો હાસ્યાસ્પદ અને રાજકીય રીતે પ્રેરિત છે.
Canada News: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો (PM Justin Trudeau) ખાલિસ્તાન પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. જસ્ટિન ટ્રુડો કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની (Hardeep Singh Nijjar) હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવી રહ્યા છે. ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ છે. કેનેડાની સરકારે ભારતની ભૂમિકાની તપાસને ધ્યાનમાં રાખીને કેનેડામાં ભારતના ટોચના રાજદ્વારીને પણ હાંકી કાઢ્યા છે. ભારતે પણ જવાબી કાર્યવાહી કરી હતી. હવે આ દરમિયાન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, અમે ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યા, ભારત સરકારે મામલાને ગંભીરતાથી લેવો જોઈએ.
રોઈટર્સેના અહેવાલ મુજબ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે જણાવ્યું હતું કે કેનેડા ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ ઓટાવા ઈચ્છે છે કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યા.
ભારતે શું કહ્યું?
તમને જણાવી દઈએ કે ભારતના વિદેશ મંત્રાલયે કેનેડાના વડાપ્રધાનના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે કેનેડાના વડાપ્રધાન સંસદમાં જે પણ કહે છે તેને અમે નકારીએ છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કેનેડામાં કોઈપણ પ્રકારની હિંસામાં સામેલ હોવાનો ભારત સરકાર પર આરોપ મૂકવો હાસ્યાસ્પદ અને રાજકીય રીતે પ્રેરિત છે. અમે કાયદાના શાસનને લગતા લોકતાંત્રિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ છીએ.
આ વર્ષે 18 જૂને કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ કહ્યું છે કે કેનેડિયન એજન્સીઓએ પુષ્ટી કરી છે કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. આ પહેલા પણ ભારત સરકાર નિજ્જરની હત્યાના આરોપોને ફગાવતી રહી છે.
તમને જણાવી દઈએ કે G20માંથી પરત ફર્યા બાદ 15 સપ્ટેમ્બરે કેનેડાએ ભારત સાથે દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર પર વાતચીત બંધ કરી દીધી હતી. વર્ષોથી ભારત અને કેનેડા વચ્ચે વિદેશ નીતિ, વેપાર, રોકાણ, નાણાં અને ઉર્જા મુદ્દાઓ પર વિવિધ મંત્રી સ્તરીય વાટાઘાટો દ્વારા વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે આતંકવાદ વિરોધી, સુરક્ષા, કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે પણ સહયોગ સ્થાપિત થઈ રહ્યો છે.
વિદેશી બાબતોના નિષ્ણાત રોબિન્દર સચદેવના મતે જ્યાં સુધી ટ્રુડો સરકારમાં છે, ત્યાં સુધી કેનેડામાં સ્થિતિ સુધરતી જણાતી નથી. એવું લાગે છે કે ટ્રુડોએ આને વ્યક્તિગત મુદ્દો બનાવ્યો છે. તેમને લાગે છે કે તેમના પર અંગત રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે. ટ્રુડોનું નવું વલણ સૂચવે છે કે તેઓ પોતાને બેકફૂટ લઈ જઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો