બ્રિટીશ ગૃહ મંત્રી પ્રીતિ પટેલ જાહેર સ્થળોએ મહિલાઓની છેડતી સામે ખાસ કાયદો ઈચ્છે છે, પરંતુ બોરિસ જોનસન બની રહ્યા છે અડચણરૂપ !

|

Oct 10, 2021 | 7:57 PM

Britain Women Safety: તાજેતરમાં લંડનના રસ્તાઓ પર મહિલાઓ પર હુમલાઓ તીવ્ર બન્યા છે. દેશમાં મહિલાઓ સામે વધી રહેલી હિંસાને કારણે સુરક્ષાને લઈને ઘણો ડર છે.

બ્રિટીશ ગૃહ મંત્રી પ્રીતિ પટેલ જાહેર સ્થળોએ મહિલાઓની છેડતી સામે ખાસ કાયદો ઈચ્છે છે, પરંતુ બોરિસ જોનસન બની રહ્યા છે અડચણરૂપ !
British Home Secretary Preeti Patel wants special law against molestation of women

Follow us on

Priti Patel Want Special Law Against Women Molestation: તાજેતરમાં લંડનના રસ્તાઓ પર મહિલાઓ પર હુમલાઓ તીવ્ર બન્યા છે. દેશમાં મહિલાઓ સામે વધી રહેલી હિંસાને કારણે સુરક્ષાને લઈને ઘણો ડર છે. આ દરમિયાન એવા સમાચાર છે કે યુકેના ગૃહમંત્રી પ્રીતિ પટેલ (British Home Minister Priti Patel) જાહેર સ્થળોએ મહિલાઓ અને છોકરીઓની સતામણીનો સામનો કરવા માટે ખાસ કાયદો લાવવા માંગે છે. આ માહિતી રવિવારે યુકે મીડિયાના સમાચારોમાંથી મળી છે.

‘ઓબ્ઝર્વર’ સમાચાર અનુસાર એવું સમજાય છે કે, ગૃહ વિભાગના અધિકારીઓ જાહેર સ્થળે છેડતીને એક ગુનો બનાવવા માટે કાનૂની સમીક્ષા કરી રહ્યા છે. જેમાં તમામ પ્રકારના વર્તનનો સમાવેશ થાય છે જે મહિલાઓને જાહેર સ્થળોએ અસ્વસ્થ બનાવે છે (Tension Between Boris Johnson Priti Patel). અહેવાલ છે કે પટેલ ચિંતિત છે કે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસન આવા ખાસ કાયદાને રજૂ કરવાના વિચારની તરફેણમાં નથી કારણ કે તેઓ હાલના કાયદાને આ મુદ્દાને ઉકેલવા માટે પૂરતા માને છે.

બોરિસ જોનસન અને પ્રીતિ પટેલ વચ્ચે તણાવ

અખબારે સૂત્રોને ટાંકીને કહ્યું કે, આ મુદ્દાને કારણે વડાપ્રધાન અને ભારતીય મૂળના ગૃહમંત્રી વચ્ચે થોડો તણાવ ઉભો થયો છે. એક અજ્ઞાત સ્ત્રોતને અખબારમાં ટાંકવામાં આવ્યું હતું કે, બોરિસ જ્હોનસનને આ કાયદાને રોકનાર (UK Women Safety Issue) તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં 33 વર્ષીય સારાહ એવરાર્ડનું પોલીસ અધિકારી દ્વારા અપહરણ, બળાત્કાર અને બાદમાં હત્યા કરવામાં આવી હતી, જે બાદ દેશમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ભારે ચર્ચામાં છે. ગયા મહિને દોષિત પોલીસ અધિકારી વેઇન કૂજન્સને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

‘વોક મી હોમ’ સેવા ક્રિસમસથી શરૂ થશે

એક મીડિયા રિપોર્ટ અનુસાર પ્રીતિ પટેલે આ સેવાના ઉપયોગ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવ્યું છે. રિપોર્ટ અનુસાર ‘વોક મી હોમ’ સર્વિસ ક્રિસમસથી શરૂ થવાની શક્યતા છે. દેશમાં બે મહિલાઓની હત્યા બાદ મહિલાઓ તેમની સલામતીને લઈને ખૂબ જ ડરી ગઈ છે. તાજેતરમાં સમાચાર હતા કે મહિલાઓ તેમની સાથે પેપર સ્પ્રે રાખી રહી છે. માર્શલ આર્ટ શીખી રહી છે અને સરકારને અન્ય પગલાં અમલમાં મૂકવા માટે કહી રહી છે.

17 સપ્ટેમ્બરના રોજ બ્રિટનમાં 28 વર્ષની સ્કૂલ ટીચર સબીના નેસાની હત્યા કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે તે ઘરથી થોડા અંતરે મિત્રને મળવા જઈ રહી હતી. પછી દક્ષિણ લંડનના એક પાર્કમાં તેની હત્યા કરવામાં આવી. નેસાની હત્યાના આશરે છ મહિના પહેલા સારાહ એવરાર્ડ નામની 33 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: NIA એ જમ્મુ -કાશ્મીરમાં 16 સ્થળો પર દરોડા પાડ્યા, મામલો યુવાનોને ઉશ્કેરનારા ‘વોઈસ ઓફ હિન્દ’ મેગેઝિન સાથે સંબંધિત

Next Article