ભારત સાથે સંબંધો સુધારવાની બ્રિટનની પહેલ, PM ઋષિ સુનકે કહ્યું કે ” ભારત સાથે FTA કરી રહ્યા છીએ”

|

Nov 29, 2022 | 11:22 AM

ઋષિ સુનકે ચીન(china) દેશની પ્રણાલીઓ મામલે પણ જણાવ્યું હતું. આ મામલે તેમણે કહ્યું કે ચીન સાથેના સંબંધો અલગ રીતે કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું છે કે ચીન બ્રિટનના મૂલ્યો અને હિતોને પ્રણાલીગત પડકાર ઊભું કરી રહ્યું છે.

ભારત સાથે સંબંધો સુધારવાની બ્રિટનની પહેલ, PM ઋષિ સુનકે કહ્યું કે  ભારત સાથે FTA કરી રહ્યા છીએ
બ્રિટન પીએમ સુનક (ફાઇલ)

Follow us on

બ્રિટનના પીએમ ઋષિ સુનકે ભારત સાથે વેપાર સંબંધો સુધારવાની પહેલ કરી છે. આ વિશે બ્રિટનના પીએમએ જણાવ્યું છેકે આ મામલે તેમણે ભારત સાથે મુક્ત વેપાર કરાર કરવા અંગે ચર્ચા પણ કરી છે. ભારતના વડાપ્રધાન પીએમ મોદી અને મેં અમારી ટીમોને શક્ય તેટલી વહેલી તકે કામ શરૂ કરવા અનુરોધ પણ કર્યો છે. ઋષિ સુનકે (PM Rishi Sunak)ભારત-પેસિફિક ક્ષેત્ર સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ધ્યાન આપ્યું છે. આ યોજનાના ભાગરૂપે ભારત સાથે મુક્ત વેપાર કરાર (FTA)માટે બ્રિટનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ભારતીય મૂળના નેતા સુનકે ગયા મહિને વડા પ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા પછી સોમવારે રાત્રે તેમનું પ્રથમ મુખ્ય વિદેશ નીતિ ભાષણ આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

આ દરમિયાન, ઋષિ સુનકે ચીન દેશની પ્રણાલીઓ મામલે પણ જણાવ્યું હતું. આ મામલે તેમણે કહ્યું કે ચીન સાથેના સંબંધો અલગ રીતે કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું છે કે ચીન બ્રિટનના મૂલ્યો અને હિતોને પ્રણાલીગત પડકાર ઊભું કરી રહ્યું છે. બ્રિટિશ પીએમ સુનકે કહ્યું, “રાજકારણમાં જોડાતા પહેલા, મેં વિશ્વભરના વ્યવસાયોમાં રોકાણ કર્યું હતું અને ઇન્ડો-પેસિફિકમાં તકો ઘણી સારી છે.”

‘ભારત-પેસિફિક ક્ષેત્રનું વૈશ્વિક વિકાસમાં અડધાથી વધુ યોગદાન’

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તેમણે કહ્યું, “2050 સુધીમાં ઈન્ડો-પેસિફિક વૈશ્વિક વિકાસમાં અડધાથી વધુ હિસ્સો ધરાવશે, જ્યારે યુરોપ-ઉત્તર અમેરિકાનો હિસ્સો માત્ર એક ક્વાર્ટર જેટલો જ હશે, તેથી જ  CPTPP , ભારત સાથે નવા FTA અને ઈન્ડોનેશિયા સાથે પણ કરાર કર્યા છે.

પીએમ સુનકે કહ્યું કે, “તાજેતરના વર્ષોમાં, આપણે હોંગકોંગ, અફઘાનિસ્તાન અને યુક્રેનના હજારો લોકોનું દેશમાં સ્વાગત કર્યું છે. આપણો દેશ લોકશાહીનું રક્ષણ માત્ર શબ્દોથી નહીં, પરંતુ કાર્યોથી કરે છે.

અગાઉ ભૂતકાળમાં સુનકે કહ્યું હતું કે અમારી સરકાર ભારત સાથે FTA પર ઝડપથી કામ કરવા પ્રતિબદ્ધ છે. તેમણે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કાર્યભાર સંભાળ્યા બાદ ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની પ્રથમ બેઠક દરમિયાન FTA પર પ્રગતિની સમીક્ષા કરી હતી. FTA માટેની દિવાળીની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી પીએમ સુનકે બ્રિટન સરકારના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો કે તે વહેલા કરારના હિતમાં સમાધાન કરશે નહીં.

ઇનપુટ એજન્સી/ભાષા

Published On - 11:22 am, Tue, 29 November 22

Next Article