2000 VVIPs, લાખોની થઇ ભીની આંખો, સમગ્ર બ્રિટન મહારાણીની અંતિમ યાત્રામાં થંભી ગયું

|

Sep 19, 2022 | 5:54 PM

બ્રિટનની મહારાણી એલિઝાબેથ-દ્વિતીય આજે તેમની અંતિમ યાત્રાએ નીકળ્યા. વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આજે તેમને અંતિમ વિદાય આપવામાં આવી. અંતિમ સંસ્કારમાં વિવિધ દેશોના વડાઓ સહિત લગભગ 2000 મહેમાનો સામેલ થયા હતા.

2000 VVIPs, લાખોની થઇ ભીની આંખો,  સમગ્ર બ્રિટન મહારાણીની અંતિમ યાત્રામાં થંભી ગયું
બ્રિટનમાં મહારાણીની અંતિમ યાત્રા નીકળી

Follow us on

બ્રિટનની (Britain) મહારાણી એલિઝાબેથ-દ્વિતીયની (Queen Elizabeth)આજે અંતિમ યાત્રા (burial ceremony)નીકળી હતી. વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આજે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમ સંસ્કારમાં વિવિધ દેશોના વડાઓ સહિત લગભગ 2000 મહેમાનો સામેલ થયા હતા. રાણીના અંતિમ સંસ્કાર દરમિયાન સમગ્ર યુકેમાં બે મિનિટનું રાષ્ટ્રીય મૌન પાળવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં 96 વર્ષની વયે અવસાન થયું હતું.

રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ ચાલુ છે. સંપૂર્ણ વિદાય કાર્યક્રમ વેસ્ટમિંસ્ટર એબી ખાતે યોજાઈ રહ્યો છે. છેલ્લા 11 દિવસની શાહી વિધિઓ બાદ આજે રાણીના મૃતદેહને તેમના પતિ પ્રિન્સ ફિલિપની સમાધિ પાસે દફનાવવામાં આવશે.

રાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વિવિધ દેશોના વડાઓ લંડન પહોંચ્યા છે. લગભગ 2000 લોકોની હાજરી છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક હસ્તીઓ સામેલ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વેસ્ટમિન્સ્ટર એબીમાં અંતિમ સંસ્કાર વખતે ફક્ત રાજવી પરિવારના સભ્યો જ યુનિફોર્મ પહેરી શકે છે. તે પણ જેઓ લશ્કરી રેન્ક ધરાવે છે. તે સ્પષ્ટ છે કે અંતિમ વિદાય સમયે, કિંગ ચાર્લ્સ III, વિલિયમ – પ્રિન્સ ઓફ વેલ્સ, એન – પ્રિન્સેસ રોયલ અને પ્રિન્સ એડવર્ડ – વેસેક્સના અર્લ લશ્કરી ગણવેશ પહેરશે.

બ્રિટન આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે જ્યારે રાણી એલિઝાબેથને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે. આ અંતિમયાત્રામાં દુનિયાભરના અનેક રાજનેતાઓ અને સેલિબ્રિટીઓ સામેલ થશે અને મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળશે. તે જે રીતે વેસ્ટમિંસ્ટર એબી જશે તે પણ એક ઐતિહાસિક ક્ષણ હશે.

ક્વીન એલિઝાબેથના પાર્થિવ દેહને એક સન્માન રેલીમાં વેસ્ટમિંસ્ટર હોલથી એબી સુધી લઈ જવામાં આવશે. આ દરમિયાન રોયલ નેવી અને રોયલ મરીનના સૈનિકો પણ રસ્તામાં તૈનાત રહેશે. સ્કોટિશ અને આઇરિશ રેજિમેન્ટ્સના પાઇપ્સ અને ડ્રમ્સ સહિત લગભગ 200 સંગીતકારો રેલીનું નેતૃત્વ કરશે. કિંગ ચાર્લ્સ III અને શાહી પરિવારના અન્ય સભ્યો એબીમાં આવશે.

એલિઝાબેથ-II 70 વર્ષ 214 દિવસ સુધી બ્રિટનની રાણી હતી. તેમના અંતિમ સંસ્કાર સમયે લાખો લોકોની આંખો ભીની થઈ જાય તે સ્વાભાવિક છે. સમગ્ર યુકેમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે.

રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં લગભગ 10 લાખ લોકો આવવાની અપેક્ષા છે. યુકેના સિનેમાઘરોમાં પણ રાણીના અંતિમ સંસ્કારનું પ્રસારણ કરવામાં આવશે. ઘણી વધારાની ટ્રેનો દોડાવવામાં આવી છે. 100થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે 1965માં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલ બાદ બ્રિટનમાં પહેલીવાર રાજાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાણીના અંતિમ સંસ્કારમાં માત્ર રાજવી પરિવાર જ હાજર રહેશે. રાણીના અંતિમ સંસ્કારમાં રશિયા, અફઘાનિસ્તાન, મ્યાનમાર, સીરિયા અને ઉત્તર કોરિયાને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Published On - 5:54 pm, Mon, 19 September 22

Next Article