સ્કૂલમાં પડતો હતો માર, ‘મોટા રાજકુમાર’ કહેતા હતા બાળકો, UKના સૌથી શિક્ષિત રાજા બનશે King Charles
Prince Charles, રાણી એલિઝાબેથ અને ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપના મોટા પુત્ર ચાર્લ્સનો જન્મ 14 નવેમ્બર, 1948ના રોજ બકિંગહામ પેલેસમાં થયો હતો.

70 વર્ષથી બ્રિટનની ગાદી પર બિરાજમાન મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું (Queen Elizabeth 2) ગુરૂવારે નિધન થયું છે. એલિઝાબેથના મૃત્યુ બાદ 73 વર્ષની વયે પ્રિન્સ ચાર્લ્સ ‘કિંગ ચાર્લ્સ 3’ (Prince Charles) તરીકે બ્રિટનની (Britain) ગાદી પર બેસવા જઈ રહ્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે તે બ્રિટનની ગાદી સંભાળનારા સૌથી વૃદ્ધ રાજા બનવા જઈ રહ્યા છે. એલિઝાબેથના અવસાન પછી નક્કી થયું કે, હવે પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનની ગાદીની જવાબદારી સંભાળશે. ચાર્લ્સ હવે ‘કિંગ ચાર્લ્સ ત્રીજા’ના નામે બ્રિટનની ગાદી સંભાળવા જઈ રહ્યા છે. ચાર્લ્સને તાજ ક્યારે પહેરવામાં આવશે, તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
રાણી એલિઝાબેથ અને ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપના મોટા પુત્ર ચાર્લ્સનો જન્મ 14 નવેમ્બર, 1948ના રોજ બકિંગહામ પેલેસમાં થયો હતો. અત્રે નોંધનીય છે કે Prince Charles ત્રણ વર્ષની વયે બ્રિટિશ સિંહાસનના વારસદાર બની ગયા હતા. ખરેખર, કિંગ જ્યોર્જ છઠ્ઠાનું અવસાન 6 ફેબ્રુઆરી 1952ના રોજ થયું હતું. આ રીતે એલિઝાબેથ 25 વર્ષની વયે બ્રિટનની મહારાણી બની હતી. બ્રિટનની ગાદી સંભાળતાની સાથે જ તેમના મોટા પ્રિન્સ ચાર્લ્સ ત્રણ વર્ષની ઉંમરે બ્રિટિશ સિંહાસનના વારસદાર બન્યા. આવી સ્થિતિમાં, ચાલો, જાણીએ પ્રિન્સ ચાર્લ્સના શિક્ષણ વિશે.
Prince Charles કેટલા શિક્ષિત છે?
બ્રિટિશ રાજવી પરિવારના સભ્યો ઘરે અભ્યાસ કરતા હતા. જો કે, રાણી અને ડ્યુક ઓફ એડિનબર્ગે નક્કી કર્યું કે પ્રિન્સ ચાર્લ્સને બકિંગહામ પેલેસમાં અભ્યાસ ના કરવાની જગ્યાએ શાળાએ મોકલવામાં આવશે. ચાર્લ્સ 7 નવેમ્બર 1956ના રોજ પશ્ચિમ લંડનમાં હિલ હાઉસ સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ શરૂ કર્યું. જો કે, 10 મહિના પછી ચાર્લ્સને બર્કશાયરની ચેમ સ્કૂલમાં મોકલવામાં આવ્યા. આ શાળા એક બોર્ડિંગ સ્કૂલ હતી, જ્યાં ચાર્લ્સે તેમનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. એવું કહેવાય છે કે રાજકુમાર હોવાના કારણે ચાર્લ્સને સ્કૂલમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બાળકો ‘મોટો પ્રિન્સ’ (ફેટ) કહેતા હતા
વેનિટી ફેરના અહેવાલ મુજબ ચાર્લ્સ બોર્ડિંગ સ્કૂલમાં હોમસિકનેસનો શિકાર બન્યા હતા. તે ઘણીવાર તેના ટેડી બિયરને પકડીને રડતા જોવા મળતા હતા. સિંહાસનના વારસદાર હોવાને કારણે શાળામાં બાળકો તેમના મોટા કાનને કારણે તેમને ‘મોટો પ્રિન્સ’ કહેતા હતા. બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે તેને બે હેડ માસ્તરોએ નિયમો તોડવા બદલ માર માર્યો હતો. એપ્રિલ 1962માં તેઓ પૂર્વ સ્કોટલેન્ડની ગોર્ડનસ્ટોન સ્કૂલમાં હાજરી આપવા ગયા. વેલ્સના પ્રિન્સે 1966માં ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ઈંગ્લેન્ડ ગ્રામર સ્કૂલમાં એક્સચેન્જ સ્ટુડન્ટ તરીકે બે ટર્મ વિતાવ્યા હતા.
જ્યારે ચાર્લ્સ તેના અંતિમ વર્ષ માટે ગોર્ડનસ્ટન સ્કોટલેન્ડ પરત ફર્યા, ત્યારે તેને હેડ બોય બનાવવામાં આવ્યો. ઉપરાંત, ચાર્લ્સને ઈતિહાસમાં ‘બી ગ્રેડ’ અને ફ્રેન્ચમાં ‘સી ગ્રેડ’ મળ્યો. ઉપરાંત તેમણે જુલાઈ 1967માં વૈકલ્પિક ઈતિહાસ પેપરમાં ડિસ્ટિક્શન મેળવ્યું હતું. ચાર્લ્સે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં ઇતિહાસનો અભ્યાસ કર્યો અને 1970માં તેઓ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવનારી બ્રિટિશ શાહી પરિવારના પ્રથમ વ્યક્તિ બન્યા.