Breaking News : ફરી યુદ્ધ શરુ થયું, અમેરિકાએ ઈરાન પર રાત્રે હુમલા કર્યા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ, યુએસ સેનાએ હુમલા શરૂ કર્યા છે. ચાબહાર બંદરથી મુસા ટાપુ સુધીના અનેક મુખ્ય સ્થળોને રાતોરાત નિશાન બનાવવામાં આવ્યા હતા.

Breaking News : ફરી યુદ્ધ શરુ થયું, અમેરિકાએ ઈરાન પર રાત્રે હુમલા કર્યા
Image Credit source: AI
| Updated on: Jul 09, 2026 | 7:46 AM

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરુ થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકી સેનાએ ઈરાન પર હુમલા શરુ કર્યા છે. સેનાએ ખુદ આ વાતની જાણકારી આપી છે. ઈરાનના અલગ -અલગ વિસ્તારમાં હુમલા કરવામાં આવી રહ્યા છે. અબુ મૂસા,આયરલેન્ડ,બંદર અબ્બાસ જેવા ઈરાનના અનેક મહત્વના ઠેકાણા પર અમેરિકા ધમાકા કરી રહ્યું છે. ચાબહારમાં પણ હુમલા કર્યા છે. ત્યારબાદ અહી વિજળી સપ્લાય કાપી નાંખવામાં આવી છે.

જહાજો પર થયેલા હુમલાનો બદલો

આજે પણ મશહર શહેરમાં સુપ્રીમ લીડર અલી ખામેનીને સુપુર્દે-એ ખાન કરવામાં આવશે. અમેરિકાના આ હુમલાને સ્ટ્રેટ ઓફ માં જહાજો પર થયેલા હુમલાનો બદલો ગણાવી રહ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતાના લશ્કરી સલાહકાર મોહસેન રેઝાઈએ ટ્વિટર પર કુરાનમાંથી એક શ્લોક પોસ્ટ કરીને કહ્યું, “હુમલો કરનાર દુશ્મન અને તેના સાથીઓને કડક સજા કરવામાં આવશે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ભારતીય સમયઅનુસાર અંદાજે સાંજે 1.45 કલાકે પોતાના સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું હતુ. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમેરિકી સેના પ્રમુખના નિર્દેશ પર, અમેરિકી સેન્ટ્રોલ ફોર્સે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની પરિવહનને ધમકી આપવાની ક્ષમતાને વધુ નબળી બનાવવા માટે તેના પર વધારાના હુમલાઓ શરૂ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્તપણે મુસાફરી કરતા જહાજો અને નાગરિક ક્રૂ પર તાજેતરના હુમલાઓ માટે અમેરિકા ઈરાનને જવાબદાર ઠેરવી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

હુમલા પર ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ઈરાન દ્વારા જહાજો પર કરેલા હુમલાનો બદલો છે. જો આવું બીજી વખત થયું તો સ્થિતિ વધારે ખરાબ થશે. ટ્રમ્પે હુમલા પહેલા જ જાહેરાત કરી હતી કે, 8 જુલાઈના રોજ ટ્રમ્પે મીડિયા સામે કહ્યું હતુ કે, ઈરાન સાથે તેનું સીઝફાયર પૂર્ણ થયું છે. ત્યાબાદ ટ્રમ્પે સાંજે હુમલા કરીને ચેતવણી આપી હતી. અમેરિકી સેનાએ આવું જ કર્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે થઈ હતી ડીલ

બંન્ને દેશો વચ્ચે 17 જૂનના રોજ એક એમઓયુ સાઈન થયા હતા. એવું માનવામાં આવી રહ્યું હતુ કે, યુદ્ધ પૂર્ણ થઈ જશે. આ ડીલ પર સાઈન થયા બાદ બંને દેશો અલગ અલગ મુદા પર સમંતિ માટે વાર્તા કરવાનીહતી પરંતુ તે અસફળ રહી હતી.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે અહી ક્લિક કરો

 

Published On - 7:25 am, Thu, 9 July 26

Follow Us