Breaking News : અમેરિકાએ ઈરાનના અનેક શહેરો પર કર્યો હુમલો, ઈરાને હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ અમેરિકા એઈરાનના અનેક ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો છે. તેના જવાબમાં, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી અને જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી.

Breaking News : અમેરિકાએ ઈરાનના અનેક શહેરો પર કર્યો હુમલો, ઈરાને હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરી
| Updated on: Jun 11, 2026 | 7:36 AM

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ દિવસે દિવસે વધી રહ્યો છે. અમેરિકાએ ઈરાનના અનેક વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો છે. ત્યારબાદ દક્ષિણી ઈરાનના સિરિકા,મિનાબ, બંદર અબ્બાસ,કેશ્મ દ્વીપ અને ગોરગાનમાં ધમાકાના સમાચાર સામે આવી રહ્યા છે. આ હુમલાના થોડા કલાકો પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે, અમેરિકા ઈરાન પર મોટા હુમલા કરવા માટે તૈયાર છે.

તેમણે કહ્યું કે, અમે ગઈ કાલે પણ હુમલા કર્યા હતા અને આજે પણ કરીશું. જો ઈરાનની હાલત નહી બદલાય તો કાર્યવાહી ચાલું રહેશે. ટ્રમ્પે ઈરાનને કરાર કરવાની અપીલ પણ કરી છે.

ઈરાનના અનેક ઠેકાણા પર હુમલા

અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથેએ પણ કહ્યું કે, અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડ તે રાત્રે મોટા ઓપરેશનમાં વ્યસ્ત રહેશે. ત્યારબાદ CENTCOMએ પુષ્ટિ કરી કે, રાષ્ટ્રપતિના આદેશ પર ઈરાનના અનેક ઠેકાણા પર હુમલા કરાશે. અમેરિકાનું કહેવું છે કે, આ કાર્યવાહી ઈરાનની સતત આક્રમક ગતિવિધિના જવાબમાં કરવામાં આવી છે. ત્યારબાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસે હોમુઝમાંથી પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.2 જહાજો પર હુમલો પણ કર્યો છે.IRGCએ દાવો કર્યો કે, તેના જવાબી હુમલામાં 18 મહત્વના ઠેકાણા પર નિશાન બનાવાયું છે. જેમાં બહેરીનની એક એરબેસ અને કુવૈતના 2 એરબેસ પણ સામેલ છે.

 

 

ઈરાને હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરી

અમેરિકી હુમલા બાદ ઈરાને મોટું પગલું લેતા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાનની જોઈન્ટ મિલિટ્રી કમાન્ડે કહ્યું કે, હવે તે રસ્તા પરથી કોઈ પણ તેલનું ટેન્કર,માલવાહક જહાજ કે અન્ય કોઈ પસાર થશે નહી. ઈરાને ચેતવણી પણ આપી કે, જો કોઈ જહાજ અહીથી પસાર કરવાનો પ્રયત્ન કરશે. તો તેને નિશાને બનાવવામાં આવશે. ઈરાને અમેરિકાના આ દાવાને પણ ખોટો જણાવ્યો છે કે, આ સમુદ્રી માર્ગ સલામત છે. ઈરાનનો દાવો છે કે આ વિસ્તારની પરિસ્થિતિ અસુરક્ષિત છે. જોકે, યુએસ સેન્ટ્રલ કમાન્ડના રિપોર્ટ મુજબ કેટલાક વાણિજ્યિક જહાજો હજુ પણ આ માર્ગેથી પસાર થઈ રહ્યા છે.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે અહી ક્લિક કરો

 

 

Published On - 7:25 am, Thu, 11 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.