Earthquake Breaking News : મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપથી 628થી વધુના મોત, PM Modiએ દુખ વ્યક્ત કર્યુ

|

Sep 09, 2023 | 11:53 AM

Morocco NEWS : ભૂકંપની આ તીવ્રતા ઘણી ખતરનાક માનવામાં આવે છે. જોરદાર ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં લગભગ 628 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર એટલાસ પર્વતમાળામાં ઓઆકામેડેની નજીક હતું, જે મારાકેશ શહેરથી લગભગ 75 કિમી દૂર હતુ.

Earthquake Breaking News : મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપથી 628થી વધુના મોત, PM Modiએ દુખ વ્યક્ત કર્યુ
Morocco Earthquake
Image Credit source: Google

Follow us on

Morocco : ઉત્તર આફ્રિકાના મોરોક્કો શહેરમાં (Morocco City) શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેની તીવ્રતા 6.8 માપવામાં આવી છે. ભૂકંપની આ તીવ્રતા ઘણી ખતરનાક માનવામાં આવે છે. જોરદાર ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.

અત્યાર સુધીમાં લગભગ 628લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર એટલાસ પર્વતમાળામાં ઓઆકામેડેની નજીક હતું, જે મારાકેશ શહેરથી લગભગ 75 કિમી દૂર હતુ.ભૂકંપના તીવ્ર આંચકાને કારણે સ્થાનીકોમાં અફરાતફરીનો માહોલ છે. ભૂકંપ બાદ રાહત અને બચાવનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યુ હતુ.

'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
આજનું રાશિફળ તારીખ 30-06-2024
મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?
ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ
વાઇન પીવાથી વધે છે ચહેરાની સુંદરતા ! જાણો કઈ રીતે

આ પણ વાંચો : Toronto International Film Festivalમાં ‘લાપતા લેડીઝ’નું થશે ગ્રાન્ડ પ્રીમિયર, ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, જુઓ Video

મોરોક્કો શહેરમાં આવેલા ભૂકંપના દ્રશ્યો

 

ભારતીય સમય અનુસાર, શુક્રવારે રાત્રે 11 વાગ્યે મોરક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા તીવ્ર હતા કે શહેરની ઘણી ઈમારતોમાં તીરાડ પડી ગઈ હતી. ઘણી ઈમારતો તો જમીનદોસ્ત થઈ હતી.

PM Modiએ દુખ વ્યક્ત કર્યુ

 


સોશિયલ મીડિયા પર ભૂકંપ બાદના અનેક વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં ઈમારતોના કાટમાળ જોવા મળી રહ્યો છે. આ ભૂકંપમાં હમણા સુધી 628 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની શક્યતા છે.

આ પણ વાંચો : Sweden News: સ્વીડનની સરકાર આગામી બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં કરશે ઘટાડો!

ભૂકંપના આવા તીવ્ર આંચકા શહેરમાં અસામાન્ય માનવામાં આવે છે. છેલ્લા 120 વર્ષમાં આ વિસ્તારમાં આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો નથી. આ પહેલા શહેરમાં જેટલા પણ ભૂકંપ આવ્યા છે તે શહેરના પૂર્વ વિસ્તારોમાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:20 am, Sat, 9 September 23

Next Article