AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘ચંદા મામાએ સ્વીકાર કરી ધરતીની ચંદ્રયાન વાળી રાખડી’, ગ્રીસથી PM મોદીનું નિવેદન

ગ્રીસમાં પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને તેમને આપવામાં આવેલા દેશના સર્વોચ્ચ સન્માનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ગ્રીસે તેમનું નહીં પરંતુ ભારતનું સન્માન કર્યું છે.

Breaking News: 'ચંદા મામાએ સ્વીકાર કરી ધરતીની ચંદ્રયાન વાળી રાખડી', ગ્રીસથી PM મોદીનું નિવેદન
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 9:21 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીસથી સંબોધન દરમિયાન ભારતના ચંદ્રયાન 3ની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ચાંદને પૃથ્વી પર મામા કહેવામાં આવે છે, એટલે કે ચંદ્રને પૃથ્વી સાથે ભાઈ-બહેનનો સંબંધ છે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ચંદ્રયાન-3ની રાખડી પૃથ્વી પરથી ચંદ્ર પર મોકલવામાં આવી ત્યારે તેમણે તેને ખૂબ પ્રેમથી સ્વીકારી હતી. આ સાથે પીએમ મોદીએ રક્ષાબંધનના તહેવારને લઈ દેશ અને દુનિયામાં હાજર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

સંબોધન દરમિયાન, વડા પ્રધાને ગ્રીસ દ્વારા તેમને આપવામાં આવેલા દેશના સર્વોચ્ચ સન્માનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ગ્રીસે તેમનું નહીં પરંતુ ભારતનું સન્માન કર્યું છે. ભારતના આદરણીય નાગરિકો. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ ભારત અને ગ્રીસની સંસ્કૃતિ વચ્ચેના જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આખી દુનિયામાં રાજાશાહી ચાલી રહી હતી ત્યારે આ બે જૂની સંસ્કૃતિઓએ લોકશાહીનું સૂચન કર્યું હતું.

દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સની બેઠક બાદ પીએમ મોદી ગ્રીસ ગયા છે. તેમણે કહ્યું કે આવતા મહિને ભારત જી-20 સમિટની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમે G-20 માટે વસુધૈવ કુટુંબકમનું સૂત્ર આપ્યું છે. તેના દ્વારા પીએમ મોદીએ કહ્યું કે ભારતનો વિચાર વિશ્વ કલ્યાણનો વિચાર છે.

ગ્રીસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા તેમણે કહ્યું કે ભારતના લોકો દૂધમાં સાકરની જેમ ભળે છે. અહીં ભારતીય લોકો પણ ગ્રીસ સાથે જોડાઈને આ દેશની આર્થિક મીઠાશ વધારી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ભારતીયોએ કરેલી સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

IMF અને વર્લ્ડ બેંક ભારતના વખાણ કરતા થાકતા નથી

ગ્રીસમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ છે. તેમણે કહ્યું કે IMF, વિશ્વ બેંક અને આવા તમામ સંગઠનો ભારતની અર્થવ્યવસ્થાના વખાણ કરતા થાકતા નથી. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં રોકાણ કરવા માટે મોટી કંપનીઓ વચ્ચે સ્પર્ધા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">