AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત બોર્ડર નજીક પાકિસ્તાની સેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, જુઓ

ભારત બોર્ડરથી 60 KM દૂર મુઝફ્ફરાબાદ નજીક POK માં પાકિસ્તાન આર્મીનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું. પ્રાથમિક અહેવાલો મુજબ હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયાની આશંકા છે.

Breaking News : ભારત બોર્ડર નજીક પાકિસ્તાની સેનાનું  Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, જુઓ
| Updated on: Jun 10, 2026 | 5:24 PM
Share

ભારત બોર્ડરથી 60 KM દૂર POK ના મુઝફ્ફરાબાદ વિસ્તારમાં પાકિસ્તાન આર્મી એવિએશનનું Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ હેલિકોપ્ટર ટેકઓફ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા ક્રેશ થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર મુઝફ્ફરાબાદ નજીકથી ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે તેમાં ટેકનિકલ સમસ્યા ઊભી થઈ હતી. પરિણામે હેલિકોપ્ટર થોડા જ સમયમાં નિયંત્રણ ગુમાવીને દુર્ઘટનાગ્રસ્ત થયું. હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.

પાકિસ્તાનના અગ્રણી અખબાર ‘ડોન’ના અહેવાલ મુજબ, આ ઘટનાની પુષ્ટિ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા કરવામાં આવી છે. સૈન્યના નિવેદન અનુસાર, હેલિકોપ્ટર ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હતું. જોકે, હેલિકોપ્ટરમાં કેટલા સૈન્ય કર્મચારીઓ સવાર હતા અને કુલ જાનહાનિ કેટલી થઈ છે તે અંગે હજુ સુધી સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.

અકસ્માતની જાણ થતાં જ બચાવ અને પુનઃપ્રાપ્તિ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. હાલ સૈન્ય અને સંબંધિત એજન્સીઓ દ્વારા દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ પાકિસ્તાનના સુરક્ષા વર્તુળોમાં પણ ચિંતા વ્યાપી છે.

પાકિસ્તાન ભારતને ઉશ્કેરી રહ્યું છે? LoC પર તણાવ વચ્ચે પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">