Breaking News : હવે ઓમાનના અખાતમાં ખેલાશે યુદ્ધ ! અમેરિકાના જહાજો પર ઈરાને કર્યા ડ્રોનથી હુમલા

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બીજા તબક્કાની શાંતિ મંત્રણા અને દ્વીપક્ષીય વાટોઘાટો માટે ગોઠવાઈ રહેલા તખ્તાના સમયે જ, ઈરાને આજે ઓમાનના અખાતમાં અમેરિકાના જહાજો ઉપર ડ્રોનનો વરસાદ વરસાવ્યો હતો. આ ઘટનાને પગલે, પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકાને ફરીથી મંત્રણાના ટેબલ પર લાવવા થઈ રહેલા પ્રયાસને ધક્કો પહોંચશે. જો કે ઈરાને કરેલા ડ્રોન હુમલા પહેલા અમેરિકાએ એક ઈરાની જહાજ પર હુમલો કરીને તેને કબજે કરી લીધુ હતું.

Breaking News : હવે ઓમાનના અખાતમાં ખેલાશે યુદ્ધ ! અમેરિકાના જહાજો પર ઈરાને કર્યા ડ્રોનથી હુમલા
| Edited By: | Updated on: Apr 20, 2026 | 3:09 PM

અમેરિકા દ્વારા ઈરાનનું જહાજ કબજે કર્યા બાદ, ઇસ્લામિક શાસને યુનાઇટેડ સ્ટેટ્સને બદલો લેવાની ધમકી આપી હતી. હવે, અહેવાલો દર્શાવે છે કે, શનિવારની ઘટનાના એક દિવસ પછી રવિવારે ઈરાની દળોએ ઓમાનના અખાતમાં અનેક યુએસ જહાજો પર ડ્રોન હુમલા કર્યા.

ઈરાની અન્ય સમાચાર એજન્સી, ફાર્સ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરએ જણાવ્યું છે કે, યુએસ દળોએ જહાજને નિશાન બનાવ્યું હતું, તેની નેવિગેશન સિસ્ટમને અક્ષમ કરી દીધી અને ત્યારબાદ તેને કબજે કરી લીધું. ઈરાને આ કાર્યવાહીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, ઈરાની જહાજ ટૌસ્કા 12 એપ્રિલના રોજ મલેશિયાના પોર્ટ ક્લાંગથી રવાના થયું હતું. ઈરાની લશ્કરી પ્રવક્તા ઈબ્રાહિમ ઝોલ્ફાઘરીએ જણાવ્યું હતું કે, યુએસ દળોએ જહાજ પર ચઢતા પહેલા ગોળીબાર કર્યો હતો.

ટ્રમ્પે ઈરાનના જહાજને જપ્ત કર્યા અંગે શું કહ્યું?

રવિવારે આ ઘટનાની જાહેરાત કરનારા સૌપ્રથમ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા. ત્યારબાદ, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ અહેવાલની પુષ્ટિ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે યુએસએસ સ્પ્રુઅન્સએ ઈરાનના ધ્વજવાળા જહાજને અટકાવ્યું હતું. જેણે ઓમાનના અખાતમાં યુએસ નૌકાદળના નાકાબંધીનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.

સેન્ટકોમે જણાવ્યું હતું કે, યુએસ મરીન હાલમાં એ જહાજ પર સવાર છે, તેને યુએસ કસ્ટડીમાં રાખેલ છે. આ જહાજ ઈરાનના બંદર અબ્બાસ તરફ જઈ રહ્યું હતું. સેન્ટકોમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિઓ પણ પોસ્ટ કર્યો હતો, જેમાં ગોળીબાર કરતા પહેલા એક યુએસ યુદ્ધ જહાજને ચેતવણી આપતું દેખાય છે.

ઇરાની ફાયરિંગ વચ્ચે ભારતીય ટેન્કર ‘દેશ ગરિમા’ સુરક્ષિત બહાર, કેવી રીતે પાર કરી અગ્નિપરીક્ષા?

 

Follow Us