AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: નેપાળ પાસે માત્ર 3 કલાકનો સમય! ગ્લેશિયરથી બનેલું તળાવ ફાટ્યુ, ફરી ભયાનક પૂરનો ખતરો

નેપાળમાં બુધવારના વિનાશક પૂર બાદ, હવે એક નવી આફત આવવાની શક્યતા છે. નેપાળ-ચીન સરહદ નજીક ગિરોંગ સરહદ બંદર ઉપર ગ્લેશિયર તૂટવાથી બનેલું તળાવ હવે ઓવરફ્લો થઈ ગયું છે. ચીનના રાજ્ય મીડિયા CCTV એ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે તળાવનું પાણી તેના કાંઠાઓથી ઓવરફ્લો થવા લાગ્યું છે.

Breaking News: નેપાળ પાસે માત્ર 3 કલાકનો સમય! ગ્લેશિયરથી બનેલું તળાવ ફાટ્યુ, ફરી ભયાનક પૂરનો ખતરો
| Updated on: Aug 28, 2026 | 12:38 PM
Share

નેપાળમાં વિનાશક પૂર બાદ હવે ચીન-નેપાળ સરહદ નજીક નવી આફતનો ખતરો ઉભો થયો છે. ગિરોંગ સરહદ બંદર નજીક ગ્લેશિયર તૂટવાથી બનેલું કાટમાળનું તળાવ ઓવરફ્લો થવા લાગ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. તળાવમાંથી પાણી ઓવરફ્લો થતાં નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે, જેના પગલે નેપાળી સેનાએ રાહત અને બચાવ કામગીરીને અસ્થાયી રીતે સ્થગિત કરી છે. અધિકારીઓએ આગામી 90 મિનિટને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે.

તળાવમાં 25 લાખ ઘન મીટરથી વધુ પાણીનો સંગ્રહ

ચીની ઇજનેરી ટીમના સર્વે મુજબ તળાવમાં પાણીનો જથ્થો 25 લાખ ઘન મીટરથી વધુ થઈ ગયો છે. એક દિવસ અગાઉ તળાવમાં આશરે 15થી 20 લાખ ઘન મીટર પાણી હોવાનો અંદાજ હતો. ચીને આગામી ત્રણ દિવસમાં વધુ આશરે 30 લાખ ઘન મીટર પાણી તળાવમાં પ્રવેશી શકે તેવી ચેતવણી આપી હતી. આ જથ્થો આશરે 1,200 ઓલિમ્પિક કદના સ્વિમિંગ પુલ જેટલો હોવાનું જણાવાયું છે.

તળાવ ફાટ્યું તો ફરી મોટું પૂર આવવાની આશંકા

નિષ્ણાતો અને અધિકારીઓને ભય છે કે કુદરતી કાટમાળથી બનેલું તળાવ ફાટ્યું અથવા મોટા પ્રમાણમાં પાણી તેના કિનારેથી વહી ગયું તો પાણી અને કાટમાળનો ધસમસતો પ્રવાહ નીચેના વિસ્તારોમાં પહોંચી શકે છે. નેપાળમાં પહેલાથી જ પૂરથી ભારે તબાહી સર્જાઈ છે, ત્યારે નવી પૂર જેવી સ્થિતિ સર્જાય તો નુકસાન વધુ ગંભીર બની શકે છે. નદી કિનારે આવેલા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવા જણાવવામાં આવી રહ્યું છે.

ચીની ટીમે હવાઈ સર્વે અને 3D મોડેલિંગ કર્યું

ચીની ઇજનેરોએ તળાવની સ્થિતિનું હવાઈ સર્વેક્ષણ તેમજ 3D મોડેલિંગ હાથ ધર્યું છે. તેમના અંદાજ મુજબ તળાવ આશરે 150 મીટર લાંબું અને 40થી 50 મીટર ઊંડું છે. જોખમ ઘટાડવા માટે કુદરતી બંધની નીચેની તરફ આઉટલેટ ચેનલ બનાવી પાણીનું નિયંત્રિત વિસર્જન કરવાનો વિકલ્પ પણ વિચારવામાં આવી રહ્યો છે.

1 સપ્ટેમ્બરની આસપાસ પાણીનો પ્રવાહ ટોચે પહોંચવાની શક્યતા

અધિકારીઓના અંદાજ મુજબ તળાવમાં પાણીનો પ્રવાહ 1 સપ્ટેમ્બરની આસપાસ ટોચ પર પહોંચી શકે છે. સંભવિત તળાવ ફાટવા ઉપરાંત ભૂસ્ખલન અને હિમપ્રપાત જેવા જોખમો પણ યથાવત છે. હાલ બચાવ ટીમોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને તળાવ તથા નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Breaking News : તિબેટમાં વધુ એક ડેમ તૂટ્યો, થોડી વારમાં આ વિસ્તારમાં પાણી આવશે

Follow Us
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
g clip-path="url(#clip0_868_265)">