AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખાલિસ્તાની આતંકવાદીએ હિન્દુઓને આપી ધમકી, કહ્યું – કેનાડા છોડીને જતા રહો ! જુઓ Video

Canada News : અમૃતસરના ખાનકોટના રહેવાસી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તે વિદેશ ગયો જ્યાં તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને પંજાબમાં ખાલિસ્તાની અલગતાવાદી ચળવળને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો.

Breaking News : ખાલિસ્તાની આતંકવાદીએ હિન્દુઓને આપી ધમકી, કહ્યું - કેનાડા છોડીને જતા રહો ! જુઓ Video
Gurpatwant singh
| Updated on: Sep 19, 2023 | 4:18 PM
Share

Canada : છેલ્લા ઘણા સમયથી કેનેડાથી ભારત માટે ચોંકવાનારા સમાચાર આવી રહ્યા છે. હાલમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ વીડિયો બનાવીને કેનેડામાં રહેતા હિન્દુઓને (Hindu) ધમકી આપી છે. તેણે કહ્યું છે કે, જલ્દીથી કેનેડા છોડી દો, તે જ તમારા માટે સારું રહેશે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ખાલિસ્તાની આતંકવાદી પન્નુ નિર્દોષ યુવાનોને પૈસાની લાલચ આપીને છેતરતો હતો. તેને આઈએસઆઈ અને ખાલિસ્તાનનું સમર્થન કરતા લોકો પાસેથી પણ પૈસા મળ્યા હતા. તેણે આ પૈસાનો ઉપયોગ પંજાબમાં રમખાણો ભડકાવવા અને આતંકનું વાતાવરણ ઊભું કરવા માટે કર્યો હતો.

આ પણ વાંચો : Breaking News : PM Modiએ કરી જાહેરાત, મહિલા અનામત બિલનું નામ હશે નારી શક્તિ વંદન કાયદો

આ રહ્યો ગુરપતવંત સિંહ પન્નુનો વીડિયો

આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના કુખ્યાત ગુરપતવંત સિંહ પન્નૂ હાલમાં વિદેશમાં છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2020માં UAPA કાયદા અનુસાર પન્નૂને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં પંજાબ પોલિસના કપૂરથલા અને અમૃતસરમાં પન્નૂ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધ્યો હતો.

કોણ છે ગુરપતવંત સિંહ પન્નુ?

અમૃતસરના ખાનકોટના રહેવાસી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તે વિદેશ ગયો જ્યાં તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને પંજાબમાં ખાલિસ્તાની અલગતાવાદી ચળવળને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. પન્નુના પિતા મહિન્દર સિંહ પંજાબમાં કૃષિ માર્કેટિંગ બોર્ડમાં કામ કરતા હતા. હાલમાં તે અમેરિકા અને કેનેડામાં રહે છે.

યુએસ સ્થિત શીખ્સ ફોર જસ્ટિસના સ્થાપકોમાંના એક ગુરપતવંત સિંહ પન્નુ સોશિયલ મીડિયા પર અવારનવાર અલગતાવાદી ટિપ્પણીઓ કરતા હતા. તે ઘણીવાર ભારત વિરોધી બોલતા જોવા મળતા હતા. આટલું જ નહીં, પન્નુએ સોશિયલ મીડિયા પર ભારતીય ધ્વજ પણ સળગાવ્યો, ત્યારપછી તેની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">