Junagadh News : ઈન્દ્રભારતી બાપુ સામે ટિપ્પણી કરવાનો મુદ્દો, હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ આપ્યું આવેદનપત્ર, જુઓ Video
ઈન્દ્રભારતી બાપુ સામે ટિપ્પણી કરવાના મુદે હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું છે. અશોભનીય ટિપ્પણી કરનાર પ્રકાશ પીઠડિયા સામે કાર્યવાહીની માગ ઉઠી છે. હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ આ અંગે આવેદનપત્ર આપ્યું અને કાર્યવાહીની માગ કરી છે. ઈન્દ્રભારતી બાપુના સેવકોનું કહેવું છે કે પ્રકાશ પીઠડિયા નામના શખ્સે ઈન્દ્રભારતી બાપુ માટે અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
જૂનાગઢમાં ઈન્દ્રભારતી બાપુ સામે ટિપ્પણી કરનાર પ્રકાશ પીઠડિયા સામે કાર્યવાહીની માગ ઉઠી છે. ઈન્દ્રભારતી બાપુના સેવકોએ વહીવટી તંત્રને આવેદન પત્ર આપીને આવા તત્વો સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. ઈન્દ્રભારતી બાપુના સેવકોનું કહેવું છે કે પ્રકાશ પીઠડિયા નામના શખ્સે ઈન્દ્રભારતી બાપુ માટે અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો : Weather Updates: ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી
જેથી તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવું તેમના સેવકોનું કહેવું છે. આ મામલે ફક્ત હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ સંગઠનોએ પણ તંત્રને આવેદનપત્ર આપ્યું છે. મહત્વનું છે કે અગાઉ ભીંતચિત્રો મામલે પણ સાધુ મંડળ પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ આ નિર્ણયને સનાતનીઓનો વિજય ગણાવ્યો હતો. હિન્દુના મુદાઓ ઉપર સતત ઈન્દ્રભારતી બાપુ અવાજ ઉઠાવતા રહે છે.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





