Breaking News : ઈઝરાયેલે, ઈરાનના શક્તિશાળી નેતા અલી લારીજાની પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા

ઇઝરાયલે અલી લારીજાની જ્યાં હતા તે સ્થળો પર હુમલા શરૂ કર્યા છે. અલી લારીજાનીને, આયાતુલ્લાહ અલી ખામેનેઈ પછી ઈરાનમાં બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે વ્યાપકપણે માનવામાં આવે છે. આ હુમલામાં લારીજાનીનું મોત થયું છે તેવુ ઈઝરાયેલે જાહેર કર્યું છે. લારીજાની ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી તરીકે પણ સેવા આપે છે. તેઓ સુપ્રીમ લીડર કાઉન્સિલના વડા તરીકે પણ કાર્ય કરે છે.

Breaking News : ઈઝરાયેલે, ઈરાનના શક્તિશાળી નેતા અલી લારીજાની પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા
| Edited By: | Updated on: Mar 17, 2026 | 4:57 PM

ઈરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા બાદ, ઇઝરાયલે હવે તેહરાનના બીજા સૌથી શક્તિશાળી નેતા, અલી લારીજાની પર નજર રાખી છે. આજે મંગળવારને 17 માર્ચ ના રોજ, ઇઝરાયલે લારીજાનીના સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલો, ઈઝરાયેલના ગુપ્તચર અહેવાલોના આધારે કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઇઝરાયલે એ તપાસ કરી  હતી કે, શું લારીજાની હુમલામાં માર્યો ગયો છે કે નહીં. ખામેનેઈની હત્યા બાદ, ઈરાનમાં એકમાત્ર લારીજાની છે કે જેઓ ઈરાનના લશ્કરી દળોનું સંકલન કરી રહ્યા હતા. લારીજાની હાલમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરીનું પદ સંભાળે છે.

ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ અનુસાર, ઇઝરાયલે સંઘર્ષના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશતા જ લારીજાનીને નિશાન બનાવ્યો છે. અલી લારીજાનીના સ્થળો પર હુમલો કર્યો છે. ઇઝરાયલ હજુ સુધી લારીજાનીની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી શક્યું નથી.

દરમિયાન, ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) એ બાસીજ દળોના વડા ગુલામરેઝા સુલેમાનીને મારી નાખવાનો દાવો કર્યો છે. બાસીજ ઈરાનનું સૌથી મોટું અર્ધ-સરકારી સંગઠન છે.

લારીજાની બધા મોટા નિર્ણયો લેતા હતા

આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા પછી, ઈરાનમાં લારીજાની જ હતા જેઓ બધા મોટા નિર્ણયો લઈ રહ્યા હતા, કારણ કે ઈરાનના નવા સુપ્રીમ લીડર હાલમાં ઘાયલ હોવાનું કહેવાય છે. લારીજાનીને આયાતુલ્લાહ અલી ખામેનેઈના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. જૂન 2025 માં, ખામેનેઈએ લારીજાનીને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા હતા.

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ તાજેતરમાં લારીજાનીને તેની હિટલિસ્ટમાં ઉમેર્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સે લારીજાની વિશે માહિતી આપનાર કોઈપણને ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

લારીજાનીએ મુસ્લિમ રાષ્ટ્રોને પત્ર લખ્યો હતો

લારીજાનીએ ગઈકાલ સોમવારે 16 માર્ચ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની એક પોસ્ટ લખી હતી. તેમાં, તેમણે ઈરાન વતી બધા મુસ્લિમ રાષ્ટ્રોને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં, લારીજાનીએ યહૂદી અને ખ્રિસ્તી સમુદાયો સામે સંઘર્ષ કરવાની હાકલ કરી હતી. ઈરાને ટ્રમ્પ સામે ધમકી પણ આપી હતી.

લારીજાની અગાઉ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી ચૂક્યા હતા; જોકે, તેઓ ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. ઈરાનમાં, લારીજાનીની ગણતરી કટ્ટરપંથી નેતાઓમાં થાય છે.

ખામેનેઈ સહિત 40 ટોચના કમાન્ડરોની બોમ્બમારાથી કરાઈ હત્યા

28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાન પર પોતાનો પહેલો હુમલો કરીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ સહિત 40 ટોચના કમાન્ડરોની હત્યા કરાઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલના હુમલાનું લક્ષ્ય ઈરાનના સર્વોચ્ચ નેતાઓની હત્યા કરવાની વ્યૂહરચનાના ભાગ રૂપે નિશાન બનાવાયા હતા.

જોકે, ઈરાને “ચાર-ઉત્તરાધિકારી ફોર્મ્યુલા” લાગુ કરી છે. આ પ્રોટોકોલ હેઠળ, જો કોઈ ચોક્કસ પદ ધરાવનાર વ્યક્તિની હત્યા કરવામાં આવે, તો તરત જ ઉત્તરાધિકારીની જાહેરાત કરી શકાય છે. દરેક પદ માટે, ઈરાને પહેલાથી જ ચાર સંભવિત અનુગામીઓની યાદી નક્કી કરી દીધી છે.

યુદ્ધભૂમિમાં અમેરિકાને ભેખડે ભરાવી દેતુ ઈરાન, કહ્યું- અમારા દુશ્મન ઈઝરાયેલ માટે થઈને અમેરિકા તેના સૈનિકોના મોત ઈચ્છતું હોય તો અમને વાંધો નથી

Published On - 4:54 pm, Tue, 17 March 26