Breaking News : પાકિસ્તાન સરહદે ઈરાનની મોટી કાર્યવાહી, ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને કર્યા ઠાર

ઈરાની સેનાએ, પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સરહદ પર જ ઠાર માર્યા છે. આ બધા આતંકવાદીઓ જૈશ અલ-ઝુલ્મ આતંકવાદી સંગઠનના સભ્યો હોવાનું જાણવા મળે છે, અને તેઓ ઈરાનમાં મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

Breaking News : પાકિસ્તાન સરહદે ઈરાનની મોટી કાર્યવાહી, ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને કર્યા ઠાર
| Edited By: | Updated on: Apr 22, 2026 | 7:04 PM

ઈરાની સેનાએ, પાકિસ્તાનમાંથી ઈરાનમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સરહદ પર જ ઠાર કરી દેવાયા છે. પાકિસ્તાન સરહદેથી આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ એવા સમયે થયો હતો, જ્યારે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે. ઈરાની સેનાએ જણાવ્યું હતું કે આ આતંકવાદીઓ ઈરાન પાકિસ્તાન બોર્ડર પરના રાસ્ક સરહદી વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય ઈરાનમાં આતંકવાદી હુમલાઓ કરવાનો અને લોકોમાં ગભરાટ ફેલાવવાનો હતો. ઈરાને સરહદ પર વધુ સતર્કતા રાખવા અંગે ચેતવણી જાહેર કરી છે અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

ઈરાને શું કહ્યું ?

ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઈરાનના સુરક્ષા દળોએ, પાકિસ્તાન સ્થિત જૈશ અલ-ઝુલ્મના આતંકવાદી જૂથના એક ઓપરેશનલ સેલને તોડી પાડ્યું છે. તેઓ પાકિસ્તાન સરહદ પાર કરીને રાસ્ક ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા, જેના પરિણામે ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા એજન્સીએ આ આતંકવાદીઓની રાષ્ટ્રીયતા જાહેર કરી ના હતી, પરંતુ પુષ્ટિ આપી હતી કે, તેઓ બધા પાકિસ્તાન થઈને ઈરાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરિણામે, ઈરાને તેના સરહદી વિસ્તારોમાં દેખરેખ નોંધપાત્ર રીતે વધારી દીધી છે.

પાકિસ્તાની આતંકવાદીઓથી ઈરાન પણ પરેશાન

ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વહેંચાયેલા સરહદી વિસ્તારોમાં સક્રિય આતંકવાદી જૂથોનો મુદ્દો ખૂબ જ જટિલ છે. આ આતંકવાદી જૂથોએ બંને રાષ્ટ્રોની સુરક્ષા અને રાજદ્વારી સંબંધો માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કર્યો છે. પરિણામે, ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વારંવાર લશ્કરી અથડામણો થઈ છે. આ આતંકવાદી જૂથો ઈરાનના સિસ્તાન અને બલુચેસ્તાન પ્રાંત અને પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સક્રિય છે. આ જૂથોએ ઈરાનની અંદર પણ ઘણા મોટા હુમલાઓ કર્યા છે. જેમાંથી મુખ્ય જૈશ અલ-અદલ અને અંસાર અલ-ફુરકાન છે.

ઈરાન વિરુદ્ધ સક્રિય આતંકવાદી જૂથો વિશે જાણો

તાજેતરના અહેવાલો અનુસાર, જૈશ અલ-અદલે અન્ય બલૂચ સશસ્ત્ર સંગઠનો સાથે મળીને 2025 ના અંતમાં પીપલ્સ ફાઇટર્સ ફ્રન્ટની રચના કરી હતી. આ જૂથ ઈરાની સરહદે સરહદી સુરક્ષા દળ પર હુમલા, આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ અને અપહરણ કરે છે. અંસાર અલ-ફુરકાન એ ઈરાનમાં સક્રિય સુન્ની જેહાદી જૂથ છે. તેની રચના હરકત અલ-અંસાર અને હિઝબ અલ-ફુરકાનના વિલીનીકરણ દ્વારા કરવામાં આવી હતી. આ જૂથ વૈચારિક રીતે અલ-કાયદા જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે.

Breaking News: વૈશ્વિક તેલ માર્ગ પર ખતરો ! હોર્મુઝમાં એકસાથે 3 જહાજને બનાવાયા નિશાન, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

Follow Us