Breaking News : રશિયા પાસેથી તેલ ખરીદતા ભારતે અમેરિકાને પણ આપ્યો મોટો બિઝનેસ, LPG સપ્લાયમાં અમેરિકા બન્યું અગ્રણી

ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે. જેને લઈને અમેરિકાની તરફથી અનેકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, છેલ્લા એક વર્ષ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને ઊર્જા ક્ષેત્રે સહયોગ વધ્યો છે.

Breaking News : રશિયા પાસેથી તેલ ખરીદતા ભારતે અમેરિકાને પણ આપ્યો મોટો બિઝનેસ, LPG સપ્લાયમાં અમેરિકા બન્યું અગ્રણી
Narendra Modi Donald Trump
Image Credit source: PTI
| Updated on: Sep 27, 2026 | 12:00 PM

ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે. જેને લઈને અમેરિકાની તરફથી અનેકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, છેલ્લા એક વર્ષ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને ઊર્જા ક્ષેત્રે સહયોગ વધ્યો છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમેરિકા હવે ભારતને LPGની નિકાસ કરતો સૌથી મોટો દેશ બની ગયો છે.

ભારત-અમેરિકા વચ્ચે વેપાર સંબંધો મજબૂત

છેલ્લા એક વર્ષ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો વ્યાપ વધ્યો છે. ખાસ કરીને ઊર્જા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે વેપાર વધ્યો છે. અમેરિકાના વિદેશ વિભાગના દક્ષિણ અને મધ્ય એશિયા માટેના ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી બેથની મોરિસને ન્યૂયોર્ક ફોરેન પ્રેસ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભારત-અમેરિકા સંબંધો અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશો ઊર્જા, સંરક્ષણ, વેપાર અને બહુપક્ષીય સહયોગ સહિત અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.

અમેરિકા ભારતને LPG નિકાસ કરતો સૌથી મોટો દેશ

મોરિસને કહ્યું કે ભારત પોતાની ઊર્જા આયાતના સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યું છે અને તેમાં અમેરિકા પણ મહત્વપૂર્ણ સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા હવે ભારતને LPG નિકાસ કરતો સૌથી મોટો દેશ બન્યો છે.

ભારતે 2026 માટે અમેરિકાના ગલ્ફ કોસ્ટમાંથી આશરે 2.2 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ LPG આયાત કરવા માટે એક વર્ષનો કરાર પણ કર્યો હતો. આ ભારતની વાર્ષિક LPG આયાતના આશરે 10 ટકા જેટલું હતું.

ઊર્જા પુરવઠામાં ભારતે વધારી વિવિધતા

મધ્યપૂર્વમાં ઊર્જા પુરવઠાને અસર થતાં ભારતે LPGના આયાત સ્ત્રોતોમાં ફેરફાર કર્યો છે. અગાઉ ભારતની LPG આયાતનો મોટો હિસ્સો ગલ્ફ દેશોમાંથી આવતો હતો, પરંતુ 2026 દરમિયાન અમેરિકાથી LPGની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે.

મોરિસને ભારત અને અમેરિકા વચ્ચે થયેલા સંરક્ષણ સહયોગનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે બંને દેશો નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ભારતે લગભગ 20 વર્ષ બાદ પોતાના પરમાણુ નિયમન ક્ષેત્રમાં ફેરફાર કરીને SHANTI Act પસાર કર્યો છે અને હવે નાગરિક પરમાણુ સહયોગમાં આગળ વધવાની શક્યતા છે.

ટ્રમ્પ પ્રશાસન માટે દક્ષિણ એશિયા મહત્વપૂર્ણ

બેથની મોરિસનના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચેનો સહયોગ માત્ર ઊર્જા અને સંરક્ષણ પૂરતો મર્યાદિત નથી. બંને દેશો વચ્ચે મોટા વેપારી કરારો થઈ રહ્યા છે અને ક્વાડ જેવા બહુપક્ષીય મંચો પર પણ બંને દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસન માટે સમગ્ર દક્ષિણ એશિયા મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને અમેરિકા હવે આ ક્ષેત્ર પર વધુ ધ્યાન આપી રહ્યું છે.

આ પણ વાંચો, Breaking News : રસ્તો પહોળો કરવાના ચક્કરમાં CM નું મકાન પણ ઝપેટમાં, 52 વર્ષ જૂના ઘર પર ફરશે બુલડોઝર !

Follow Us
Loading...
Unable to load recommendations.