Breaking News Earthquake News : નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.8 અને 5.9ની તીવ્રતા મપાઈ
નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર બંને ભૂકંપની તીવ્રતા 4.8 અને 5.9 માપવામાં આવી છે.

નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર બંને ભૂકંપની તીવ્રતા 4.8 અને 5.9 માપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પહેલો ભૂકંપ રાત્રે 11.58 કલાકે આવ્યો હતો, જ્યારે બીજો 1.30 કલાકે આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
Two #earthquakes of magnitudes 4.8 and 5.9 on the Richter Scale with epicentres at Bajura’s Dahakot hit #Nepal overnight: National Center for Seismology#TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) April 28, 2023
ભૂકંપનું કેન્દ્ર બાજુરાના દહાકોટમાં જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા 1 એપ્રિલે દોલાખા જિલ્લાના સુરી ખાતે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. ઓખાલધુંગા, રામેછાપ, સિંધુપાલ ચોક અને નુવાકોટ જિલ્લા તેમજ કાઠમંડુ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ પહેલા પણ મધ્યમ તીવ્રતાનો નોંધાયો હતો ભૂકંપ
નેપાળના સુરખેત જિલ્લાના ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી રાજેશ શર્માએ જણાવ્યું કે, આંચકા દોઢ કલાકના અંતરે આવ્યા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો. લોકો પોતપોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા. પોલીસે કહ્યું છે કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
આ પહેલા 1 એપ્રિલે દોલખા જિલ્લાના સુરી ખાતે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. અહીંના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, કાઠમંડુથી 180 કિમી પૂર્વમાં દોલખા ખાતે સવારે 11.27 વાગ્યે (સ્થાનિક સમય) 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઓખાલધુંગા, રામેછાપ, સિંધુપાલ ચોક અને નુવાકોટ જિલ્લા તેમજ કાઠમંડુ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
એપ્રિલ 2015માં 7.8ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો
એપ્રિલ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન લગભગ 9,000 લોકો માર્યા ગયા અને લગભગ 22,000 લોકો ઘાયલ થયા હતા. આ ધરતીકંપે 800,000 થી વધુ ઘરો અને શાળાની ઇમારતોને નુકસાન પહોંચાડ્યું હતું.
નેપાળમાં વારંવાર ભૂકંપના આંચકા કેમ આવે છે?
IIT કાનપુર સિવિલ એન્જિનિયરિંગ વિભાગના સિનિયર પ્રોફેસર અને જીઓસાયન્સ એન્જિનિયરિંગના નિષ્ણાંત પ્રો. જાવેદ એન. મલિકે જણાવ્યું કે, 2015માં પણ નેપાળમાં 7.8 થી 8.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર પૂર્વ નેપાળ હતું. જો કે, હિમાલયની શ્રેણીમાં ટેકટોનિક પ્લેટ અસ્થિર બની ગઈ છે. જેના કારણે આવા ભૂકંપ લાંબા સમય સુધી આવતા રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
