Earthquake Breaking : ચીનમાં આવ્યો 5.5ની તીવ્રતાનો ભૂકંપ, 100થી વધારે મકાન ધરાશાયી, અનેક લોકો ઘાયલ
China news : ચાઇના ભૂકંપ નેટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર, ચીનની રાજધાની બેઇજિંગથી લગભગ 300 કિલોમીટર (185 માઇલ) દક્ષિણમાં ડેઝોઉ શહેરની નજીક 5.5ની તીવ્રતાનો ભૂકંપ સવારે 2:33 વાગ્યે આવ્યો હતો.
China : 5 ઓગસ્ટની રાતથી દુનિયાના અલગ અલગ વિસ્તારમાં ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની રાજધાની દિલ્હી બાદ હવે ચીનથી પણ ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે આવેલા આ ભૂકંપને કારણે ચીનમાં 100થી વધારે ઘર ધરાશાયી થયા છે. મળતી માહિતી અનુસાર, આ ભૂકંપના કારણે 20થી વધારે લોકો ઘાયલ થયા છે. જોકે, જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
ચાઇના ભૂકંપ નેટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર, ચીનની રાજધાની બેઇજિંગથી લગભગ 300 કિલોમીટર (185 માઇલ) દક્ષિણમાં ડેઝોઉ શહેરની નજીક 5.5ની તીવ્રતાનો ભૂકંપ સવારે 2:33 વાગ્યે આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વેએ તેની તીવ્રતા 5.4 દર્શાવી હતી. ભૂંકપના કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. ભૂંકપના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : London News: ઋષિ સુનકની ગેરહાજરી વચ્ચે તેમના ઘરને કાળા કપડાથી ઢાંકી દેવાતા વિવાદ, Video માં જાણો શું છે સમગ્ર મામલો
જુઓ ચીનમાં આવેલા ભૂકંપના વીડિયો
On August 6, dozens people were injured, and 126 houses were collapsed after 5.5 earthquake strikes Pingyuan county in Dezhou, Shandong Province, China.#earthquake #sismo #地震 #terremoto #deprem #gempa #भूकंप #中国 pic.twitter.com/vldzVgbgJs
— Unstoppable Weather (@Unstop_weather) August 6, 2023
A security camera footage shows an office rattling violently when a 5.5-magnitude earthquake struck the county of Pingyuan, in Dezhou City of east China’s Shandong Province at 2:33am on Sunday. 10 people have been injured. pic.twitter.com/PTIF4Rmumm
— Shanghai Daily (@shanghaidaily) August 6, 2023
ભારતમાં પણ આવ્યો હતો ભૂકંપ
શનિવારે રાત્રે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જણાવવામાં આવ્યું છે કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. તે જ સમયે, ચંદીગઢ અને પંજાબના ઘણા વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે. તેનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ જિલ્લાથી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં 89 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું હતુ. પણ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હિંદુકુશ હતુ. જોકે, આ ભૂંકપમાં પણ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
આજે ગુજરાતમાં પણ અનુભવાયો ભૂકંપ
આજે વહેલી સવારે બનાસકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતો. બનાસકાંઠામાં 4.6ની તીવ્રતાનો ભુકંપનો આચંકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે 4.36 કલાકે આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 104 કિમી દૂર નોંધાયુ હતુ. તેમજ રાજસ્થાનના ઝાલોર પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ હતુ.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો