Breaking News : ભારત સહિત અનેક દેશો પર 100% સુધીના ટેરિફનો રસ્તો સાફ, ટ્રમ્પે બિલને આપી મંજૂરી !

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન સામેના નવા પ્રતિબંધો સંબંધિત કાયદા પર હસ્તાક્ષર કરીને તેને કાયદાનું સ્વરૂપ આપી દીધું છે. આ કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદવાની જોગવાઈ છે. ભારત અને ચીન જેવા દેશો પણ તેની સંભવિત અસર હેઠળ આવી શકે છે.

Breaking News : ભારત સહિત અનેક દેશો પર 100% સુધીના ટેરિફનો રસ્તો સાફ, ટ્રમ્પે બિલને આપી મંજૂરી !
Trump Tariff
Image Credit source: PTI
| Updated on: Sep 19, 2026 | 8:04 AM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન સામેના નવા પ્રતિબંધો સંબંધિત કાયદા પર હસ્તાક્ષર કરીને તેને કાયદાનું સ્વરૂપ આપી દીધું છે. આ કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદવાની જોગવાઈ છે. ભારત અને ચીન જેવા દેશો પણ તેની સંભવિત અસર હેઠળ આવી શકે છે.

અમેરિકી વ્હાઇટ હાઉસ અનુસાર, ટ્રમ્પે 18 સપ્ટેમ્બર 2026 ના રોજ H.R. 5334 એટલે કે Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026 પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો રશિયા સામેના વૈધાનિક પ્રતિબંધો, ટેરિફ અને અન્ય નિયંત્રણોને વિસ્તારે છે તથા ઈરાન સામેના હાલના પ્રતિબંધોને પણ આગળ વધારે છે.

રશિયન તેલ-ગેસ ખરીદનારા દેશો પર 100% સુધી ટેરિફ

કાયદા હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા કેટલાક દેશોની આયાત પર 100% સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપવામાં આવી છે. આ જોગવાઈ એવા દેશોને ધ્યાનમાં રાખે છે જે કાયદો બન્યા પહેલાંના 12 મહિનામાં રશિયન ક્રૂડ ઓઈલ અથવા નેચરલ ગેસના મોટા ખરીદદારોમાં સામેલ રહ્યા હોય.

જોકે, કાયદો પસાર થવાનો અર્થ એ નથી કે ભારત પર તરત જ 100% ટેરિફ લાગુ થઈ ગયો છે. કાયદો ટ્રમ્પને નક્કી કરવાની સત્તા આપે છે કે કયા દેશ સામે ટેરિફનો ઉપયોગ કરવો, તેનો દર કેટલો રાખવો અને કેટલીક જોગવાઈઓમાં છૂટ આપવી કે નહીં.

3 દિવસ પહેલા હાઉસમાં પસાર થયું હતું બિલ

આ કાયદો અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં અગાઉ પસાર થયો હતો. કાયદામાં રશિયાના નેતૃત્વ અને તેના ઊર્જા ક્ષેત્ર સામે કાર્યવાહી ઉપરાંત મોસ્કોના રક્ષા ઉદ્યોગ સાથે જોડાયેલા નેટવર્ક તથા રશિયાની કહેવાતી શેડો ફ્લીટ સામે પણ પગલાં લેવાની જોગવાઈ છે.

કયા દેશને મળી શકે છે છૂટ?

કાયદા હેઠળ કેટલીક પરિસ્થિતિઓમાં રશિયન ગેસ ખરીદનારા દેશને ટેરિફમાંથી છૂટ મળી શકે છે. જો સંબંધિત સમયગાળામાં કોઈ દેશનો રશિયન ગેસ આયાતનો હિસ્સો રશિયાની કુલ ગેસ નિકાસના 15%થી ઓછો હોય અને તે દેશે રશિયન ગેસની આયાત ઘટાડવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં હોય, તો તેને છૂટ મળવાની શક્યતા છે.

કાયદો રશિયા અને ઈરાન સંબંધિત પ્રતિબંધો વિસ્તારે છે

આ કાયદો રશિયાની કહેવાતી શેડો ફ્લીટ તેમજ રશિયન ઊર્જા ઉત્પાદન અથવા પ્રતિબંધોથી બચવામાં મદદ કરનારા વિદેશી લોકો અને સંસ્થાઓને પણ નિશાન બનાવે છે. તેમાં જહાજોના માલિકો, ઓપરેટરો, મેનેજરો, વીમાકર્તાઓ અને અન્ય સંબંધિત પક્ષોનો સમાવેશ થાય છે. કાયદો રશિયા અને ઈરાન સંબંધિત પ્રતિબંધો વિસ્તારે છે તથા રશિયન એનર્જી ખરીદનારા દેશો સામે 100% સુધીના ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિને આપે છે. ભારત અને ચીન જેવા રશિયન તેલના મોટા ખરીદદારો સંભવિત રીતે અસર હેઠળ આવી શકે છે.

આ પણ વાંચો, Breaking News : IIT બોમ્બેની હોસ્ટેલમાં રહસ્યમય સંજોગોમાં વિદ્યાર્થીનું મોત… આખરે રૂમમાં શું બન્યું હતું?

Follow Us
Loading...
Unable to load recommendations.