AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સમગ્ર યુરોપમાં છવાયો અંધારપટ, ટ્રાફિક સિસ્ટમ ઠપ્પ, મોબાઈલ નેટવર્ક બંધ, ફ્રાંસ, સ્પેન, પોર્ટુગલમાં સંપૂર્ણ બ્લેકઆઉટ

Breaking News: સમગ્ર યુરોપમાં છવાયો અંધારપટ, ટ્રાફિક સિસ્ટમ ઠપ્પ, મોબાઈલ નેટવર્ક બંધ, રેલવે પર લાગી બ્રેક, ફ્રાંસ, સ્પેન, પોર્ટુગલમાં સંપૂર્ણ બ્લેકઆઉટ

Breaking News: સમગ્ર યુરોપમાં છવાયો અંધારપટ, ટ્રાફિક સિસ્ટમ ઠપ્પ, મોબાઈલ નેટવર્ક બંધ, ફ્રાંસ, સ્પેન, પોર્ટુગલમાં સંપૂર્ણ બ્લેકઆઉટ
| Updated on: Apr 28, 2025 | 7:04 PM
Share

યુરોપના અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ છવાઈ ગયો છે. સ્પેનમાં સરકારી વીજળી કંપની રેડ ઈલેક્ટ્રિકાએ જણાવ્યુ કે વીજળી પૂરવઠો પૂર્વવત કરવા માટેની કામગીરી ચાલી રહી છે. ગ્રિડ ઓપરેટરે જણાવ્યુ છે કે સમસ્યાને હલ કરવા માટે જરૂરી તમામ સંસાધનોને કામ પર લગાવી દેવામાં આવ્યા છે.

યુરોપીય દેશ સ્પેન અને પોર્ટુગલમાં મોટાપાયે વીજળીની કટોકટી સર્જાઈ છે. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસના અહેવાલ અનુસાર આ બંને દેશોની રાજધાનીમાં છેલ્લા ઘણા સમયથી વીજળી ડૂલ થઈ છે. આ તરફ ફ્રાંસના કેટલાક શહેરો પણ અંધારપટ સહન કરવા માટે મજબુર બન્યા છે. બ્લેકઆઉટથી પ્રભાવિત થયા છે.

સ્પેનની સરકારી વીજળી કંપની રેડ ઈલેક્ટ્રિકાએ જણાવ્યુ કે તે વીજળી પૂરવઠો બહાલ કરવા માટે કામ કરી રહી છે અને હાલ બ્લેકઆઉટના કારણોનું વિશ્લેષણ કરી રહી છે. ગ્રિડ ઓપરેટરનું કહેવુ છે કે આ સમસ્યા હલ કરવા માટે તમામ સંસાધનોને કામ પર લગાવી દેવામાં આવ્યા છે.

એક મીડિયા સંસ્થાના અહેવાલ અનુસાર સ્પેનની રાષ્ટ્રીય કંપની રેનફેએ જણાવ્યુ “સ્થાનિક સમયાનુસાર 12.30 વાગ્યે દેશનો સંપૂર્ણ રાષ્ટ્રીય વિદ્યુત ગ્રિડ કટ થઈ ગયો.” રેનફે એ જણાવ્યુ કે ટ્રેનોના પૈડા થંભી ગયાા છે. અને કોઈપણ સ્ટેશનથી કોઈ ટ્રેન જઈ નથી રહી.

વીજળી ડૂલ થવાની અસર મેડ્રિડ ઓપન, જો વાર્ષિક ફ્લે કોર્ટ ટેનિસ ટુર્નમેન્ટ પર પણ પડી છે અને  રમત રોકી દેવાની ફરજ પડી છે. મેચ રોકવાના કારણે બ્રિટીશ ટેનિસ ખેલાડી જૈકબ ફર્નલે કોર્ટ છોડી બહાર જવા માટે મજબુર બન્યા હતા.

વીજળી ડૂલ થવા માટે ટુર્નામેન્ટનો સ્કોરબોર્ડ પ્રભાવિત થયુ અને કોરિ્ટની ઉપર લાગેલા કેમેરાએ પણ કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. સ્પેન અને પોર્ટુગલમાં આટલા મોટા પાયે વીજળી કટોકટી થવી દુર્લભ છે. સ્પેનમાં સરકારી બ્રોડકાસ્ટર RTVE એ જણાવ્યુ કે સ્થાનિક સમયાનુસાર બપોરના 12.30 વાગ્યે દેશના અનેક મોટા ક્ષેત્રોમાં વીજળીની મોટી કિલ્લત સર્જાઈ છે. જેનાથી તેનો ન્યૂઝરૂમ, મેડ્રિડમાં સ્પેનની સંસદ અને દેશભરના મેટ્રો સ્ટેશન અંધારામાં ડૂબી ગયા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">