Breaking news : Pakistanના પેશાવરમાં મસ્જિદમાં નમાજ બાદ આત્મઘાતી હુમલો થયો, 25 લોકોના મોત, 90 ઘાયલ

|

Jan 30, 2023 | 3:54 PM

Breaking news : Pakistanના પેશાવરમાં એક મસ્જિદમાં મોટો વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં ઓછામાં ઓછા 90 લોકો ઘાયલ થયા છે અને ઘણાની હાલત ગંભીર છે. આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો. વિડિયોમાં બ્લાસ્ટ પછીનું ભયાનક દ્રશ્ય જોઈ શકાય છે.

Breaking news  : Pakistanના પેશાવરમાં મસ્જિદમાં નમાજ બાદ આત્મઘાતી હુમલો થયો, 25 લોકોના મોત, 90 ઘાયલ
પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો

Follow us on

પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં મોટો વિસ્ફોટ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે નમાજ શરૂ થતાંની સાથે જ ફિદાયને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલામાં 17 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને 90 લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. કહેવાય છે કે હુમલામાં ઓછામાં ઓછા 25 પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો. વિસ્ફોટમાં મસ્જિદની એક દિવાલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બાદમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ મસ્જિદની બહાર અરાજકતાનો માહોલ છે. લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. સ્થાનિક લોકો ઘાયલ લોકોને કારમાં ભરીને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે લોકો મસ્જિદમાં નમાજ પઢવા માટે એકઠા થયા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 


લોકો નમાઝ અદા કરી રહ્યા હતા, ફિદાયને પોતાની જાતને ઉડાવી દીધી

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ મસ્જિદની આસપાસ અંધાધૂંધીનો માહોલ છે. લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. સ્થાનિક લોકો ઘાયલ લોકોને કારમાં ભરીને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો મસ્જિદમાં પ્રાર્થના કરી રહ્યા હતા.

 


શિયા મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 57 લોકો માર્યા ગયા હતા

જોકે, પેશાવરની મસ્જિદમાં બ્લાસ્ટની આ પહેલી ઘટના નથી. આ પહેલા માર્ચ 2022માં એક શિયા મસ્જિદમાં મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 57 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 200 લોકો ઘાયલ પણ થયા છે. આ વિસ્ફોટ શુક્રવારની નમાજ દરમિયાન થયો હતો, જ્યારે પવિત્ર દિવસના અવસર પર મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા. આ વિસ્ફોટ પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં સ્થિત જામિયા મસ્જિદ તરીકે ઓળખાતી પ્રખ્યાત શિયા મસ્જિદમાં થયો હતો.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 3:26 pm, Mon, 30 January 23

Next Article