AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Terror Attack : ‘નાપાક’ દેશ નહીં સુધરે ! સિડની ગોળીબારમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું, આતંકી હુમલો જાહેર

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના બોન્ડી બીચ પર થયેલા ગોળીબારને સત્તાવાર રીતે આતંકવાદી હુમલો જાહેર કરાયો છે. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 29 ઘાયલ થયા છે.

Terror Attack : 'નાપાક' દેશ નહીં સુધરે ! સિડની ગોળીબારમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું, આતંકી હુમલો જાહેર
| Updated on: Dec 14, 2025 | 8:45 PM
Share

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના બોન્ડી બીચ પર થયેલા ભયાનક ગોળીબારની ઘટનાને અધિકારીઓએ સત્તાવાર રીતે આતંકવાદી હુમલો જાહેર કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે, જ્યારે બે પોલીસ અધિકારીઓ સહિત કુલ 29 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલો યહૂદી તહેવાર હનુક્કાહના પ્રથમ દિવસે યહૂદી સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.

આ ઘટનામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. વરિષ્ઠ કાયદા અમલીકરણ અધિકારીના જણાવ્યા અનુસાર, બોન્ડી બીચ પર ગોળીબાર કરનારાઓમાંના એકની ઓળખ 24 વર્ષીય નવીદ અકરમ તરીકે થઈ છે. નવીદ અકરમ સિડનીના બોનીરિગ વિસ્તારમાં રહેતો હતો અને મૂળ પાકિસ્તાનના લાહોરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તપાસના ભાગરૂપે પોલીસે રવિવારે સાંજે તેના ઘરે દરોડા પાડ્યા હતા.

સોશિયલ મીડિયા પર ફરતી માહિતી મુજબ, નવીદ અકરમ સિડનીની અલ-મુરાદ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી હતો. ઓનલાઈન વાયરલ થયેલી તસ્વીરોમાં તે પાકિસ્તાની ક્રિકેટ જર્સી પહેરેલો દેખાય છે. જોકે, આ તમામ માહિતીની અધિકારીઓ દ્વારા સત્તાવાર પુષ્ટિ હજુ તપાસ હેઠળ છે.

ઘાયલ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ

પોલીસે જણાવ્યું છે કે હુમલામાં સામેલ બે બંદૂકધારીઓમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ હુમલામાં કોઈ ત્રીજો શખ્સ અથવા અન્ય સાથી સામેલ હતો કે નહીં.

વાયરલ વીડિયોના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે નવીદ અકરમ હુમલો કરનાર હતો અને તે શરૂઆતમાં નિઃશસ્ત્ર હતો. જોકે, ઘટના સ્થળેથી ભાગી ગયા બાદ તેણે વધુ ગોળીબાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બોન્ડી વિસ્તારમાં કેમ્પબેલ પરેડ પર એક વાહનમાંથી અનેક ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો મળી આવ્યા છે, જેને લઈ બોમ્બ નિકાલ એકમ દ્વારા તપાસ ચાલી રહી છે.

ઘટનાને આતંકવાદી હુમલો જાહેર કરવામાં આવ્યો

NSW પોલીસ કમિશનર માલ લેન્યોને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઘટનાસ્થળેથી મળેલા શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રીને આધારે આ ઘટનાને આતંકવાદી હુમલો જાહેર કરવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોથી દૂર રહેવાની અપીલ કરી અને કહ્યું કે આ બદલો લેવાનો સમય નથી, પરંતુ તપાસ એજન્સીઓને તેમનું કામ કરવા દેવાનો સમય છે.

સ્થાનિક સમય મુજબ સાંજે 6:30 વાગ્યે આ હુમલો થયો હતો, જ્યારે યહૂદી સમુદાય હનુક્કાહની પ્રથમ રાત્રિની ઉજવણી કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘાયલોમાં એક બાળક અને બે પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમની હાલત ગંભીર છે અને હાલ તેમની સર્જરી ચાલી રહી છે.

સિડનીમાં તહેવારની ઉજવણી દરમિયાન ગોળીબાર, 10 લોકોના મોત, 2,000 થી વધુ લોકો હતા હાજર

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">