Bombay Highcourt : ચીની કંપની ByteDanceને આપી બેન્ક ખાતું સંચાલન કરવાની મંજૂરી, જાણો સમગ્ર મામલો

|

Apr 07, 2021 | 3:53 PM

ગયા વર્ષે કેન્દ્ર સરકારે આ એપ્લિકેશનને ભારતમાં પ્રતિબંધિત કરી હતી. પરોક્ષ કરવેરા વિભાગે બાઇટડાન્સ કંપની પર કરચોરીનો આરોપ લગાવ્યો હતો

Bombay Highcourt : ચીની કંપની ByteDanceને આપી બેન્ક ખાતું સંચાલન કરવાની મંજૂરી, જાણો સમગ્ર મામલો
ByteDance Bombay High Court

Follow us on

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે ચીની કંપની બાઇટ ડાન્સને તેના ભારતીય બેંક ખાતાઓ ચલાવવાની મંજૂરી આપી હતી. આ એકાઉન્ટ્સ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અધિકારીઓ દ્વારા કરચોરીના આરોપસર ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જો કે, કોર્ટે કંપનીને સરકારી બેંકમાં 79 કરોડ રૂપિયા જમા કરાવવા અને બાકીની રકમ તેના અન્ય ખાતામાં જ વાપરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો : ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) નો પણ ડેટા લીક થઈ ગયો હોવાની વાત સામે આવી છે. જે અનુસાર માર્ક ઝુકરબર્ગ પણ Signalનો ઉપયોગ કરે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જસ્ટીસ એસપી દેશમુખ અને ન્યાયાધીશ અભય આહુજાની ખંડપીઠે બાઇટ ડાન્સના બેંક ખાતાઓ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. પરંતુ ખંડપીઠે કંપનીને ભારત સરકારની બેંકમાં આશરે 78.91 કરોડની રકમ જમા કરવા નિર્દેશ આપ્યો. આ રકમ પર જ જીએસટી વિભાગે કરચોરીનો દાવો કર્યો છે. બેંચે કહ્યું કે, “કંપની આ રકમ સિવાય તેના તમામ બેંક ખાતાઓ ચલાવી શકે છે અને બાકીની રકમનો ઉપયોગ કરશે.”

આ પણ વાંચો : જો તમે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું તો તેને કરી લેજો. તેમજ જો તમે તમારા પાન કાર્ડને  આધાર સાથે લિંક કરી દીધું છે તો તે તમે કેવી રીતે ચેક કરી શકશો. ચાલો અમે તમને જણાવીએ કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાયેલું છે કે નહીં.

બાઇટડાન્સ કંપની પ્રખ્યાત વિડિઓ એપ્લિકેશન ટીક ટોકની માલિકી ધરાવે છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે આ એપ્લિકેશનને ભારતમાં પ્રતિબંધિત કરી હતી. પરોક્ષ કરવેરા વિભાગે બાઇટડાન્સ કંપની પર કરચોરીનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તે તેની સમગ્ર કમાણી પર GST ચૂકવતી નથી. જોકે, કંપનીએ આ આરોપોને ફગાવી દીધા હતા અને ગયા મહિને બોમ્બે હાઈકોર્ટનો આશરો લીધો હતો.

આ પણ વાંચો : Corona Vaccine: કોરોના વાયરસથી માણસોને બચાવવા હવે તેમના પૂર્વજોની જ મદદ લેવામાં આવી રહી છે. પૂર્વજ એટલે વાનરોનાં મળનો ઉપયોગ એક વેક્સિનને બનાવવામાં કરાયો છે. માણસોનાં આ પૂર્વજ છે ‘ચિમ્પાન્ઝી’

Published On - 3:51 pm, Wed, 7 April 21

Next Article