કાબૂલમાં વિદેશ મંત્રાલય બહાર બોમ્બ વિસ્ફોટ, અનેક લોકોના મોતની આશંકા

|

Jan 11, 2023 | 6:48 PM

આ બોમ્બ બ્લાસ્ટમાં 20થી વધારે લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. સુત્રો મુજબ બ્લાસ્ટના સમયે તાલિબાન અને ચીની અધિકારીઓની વચ્ચે બેઠક ચાલી રહી હતી.

કાબૂલમાં વિદેશ મંત્રાલય બહાર બોમ્બ વિસ્ફોટ, અનેક લોકોના મોતની આશંકા
Image Credit source: ANI

Follow us on

અફઘાનિસ્તાનમાં ફરી બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. કાબૂલમાં વિદેશ મંત્રાલયની બહાર બોમ્બ વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. આ બોમ્બ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 20થી વધારે લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. સુત્રો મુજબ બ્લાસ્ટના સમયે તાલિબાન અને ચીની અધિકારીઓની વચ્ચે બેઠક ચાલી રહી હતી.

વિદેશ મંત્રાલયની નજીક એક આત્મઘાતી હુમલાખોરે આ વિસ્ફોટ કર્યો, જેનાથી 20થી વધુ લોકોના મોત થયા છે. AFPના સ્ટાફ મેમ્બર જમશેદ કરીમીએ કહ્યું કે મને એ નથી ખબર કે કેટલા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. મેં જોયું કે માણસે પોતાને ઉડાવી દીધો. કાબૂલ પોલીસના પ્રવક્તા ખાલિદ જાદરાને વિસ્ફોટની પુષ્ટી કરી છે. તેમને કહ્યું કે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી ગયુ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

1 જાન્યુઆરીએ પણ થયો હતો હુમલો

આ પહેલા 1 જાન્યુઆરીએ કાબુલના મિલિટરી એરપોર્ટ પર એક ચેકપોઈન્ટ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હતા. નવા વર્ષ પર થયેલા આ હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા. 2021માં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી ઇસ્લામિક સ્ટેટે હુમલામાં વધારો કર્યો છે.

વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ

મિલિટરી એરપોર્ટ નાગિરક એરપોર્ટથી લગભગ 200 મીટર દુર છે, જ્યારે ગૃહ મંત્રાલય પણ નજીક છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે કહ્યું હતું કે વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા છે. જો કે તેમણે જાનહાનિ વિશે કોઈ ચોક્કસ આંકડા અથવા વધુ વિગતો આપી નથી.

Published On - 5:56 pm, Wed, 11 January 23

Next Article