Breaking News: “એક ટીપું પણ તેલ નહીં મળે…!” અમેરિકાએ દરિયા વચ્ચે ચીનનો શ્વાસ રૂંધ્યો, શું હોર્મુઝમાં હવે ખેલાશે મહાયુદ્ધ?

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવે હવે નવો વળાંક લીધો છે. અમેરિકાએ ચીનને સીધી અને કડક ધમકી આપી છે કે, હવે તે ઈરાન પાસેથી તેલનું એક ટીપું પણ ખરીદી શકશે નહીં. હવે આ એક પગલાથી વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

Breaking News: એક ટીપું પણ તેલ નહીં મળે...! અમેરિકાએ દરિયા વચ્ચે ચીનનો શ્વાસ રૂંધ્યો, શું હોર્મુઝમાં હવે ખેલાશે મહાયુદ્ધ?
| Updated on: Apr 15, 2026 | 1:50 PM

અમેરિકાએ ઈરાન સાથે શાંતિ વાર્તાના પ્રયાસો વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ચીનને મોટી ધમકી આપી છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે, ચીનને ઈરાનથી હવે એક ટીપું પણ તેલ લઈ જવા દેવામાં આવશે નહીં. બેસેન્ટે કહ્યું કે, ઈરાનથી ચીન જનારા તેલના રસ્તાને પ્રભાવી રીતે કાપી દેવામાં આવશે.

તેહરાનથી બેઇજિંગ નહીં જઈ શકે ‘એક પણ જહાજ’

અમેરિકાએ ધમકી આપતા કહ્યું કે, હવે ઈરાનથી એક પણ તેલ અને ગેસનું જહાજ બેઇજિંગ જઈ શકશે નહીં. અમેરિકાએ આ ધમકી ઈરાની બંદરોની નાકાબંધી કર્યા બાદ આપી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાની આ ધમકી બાદ પણ ઈરાની બંદરો પરથી 3 જહાજ સુરક્ષિત રીતે હોર્મુઝ પસાર કરી ગયા છે. બીજીબાજુ અમેરિકા દાવો કરી રહ્યું છે કે, હવે એક પણ જહાજ બહાર નીકળી શકશે નહીં. ચીન હવે ઈરાનથી એક ટીપું તેલ લઈ શકશે નહીં.

અમેરિકાએ હોર્મુઝથી એક પણ ચીની ટેન્કર પસાર ન થવા દેવાની ધમકી આપી

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આઈએમએફ-વર્લ્ડ બેંકની બેઠક દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ચીની ટેન્કરોને હવે આગળ જવા દેવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, “તે જહાજો હવે બહાર નીકળી શકશે નહીં… તેઓ પોતાનું તેલ લઈ શકશે નહીં.”

બેસેન્ટના જણાવ્યા અનુસાર, ચીન હવે ઈરાન પાસેથી તેલ ખરીદવાની તેની જૂની વ્યવસ્થા ચાલુ રાખી શકશે નહીં. અમેરિકાની કડક નીતિ હેઠળ ચીની જહાજોને ઈરાની તેલ લોડ કરીને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, ચીન બીજા સ્ત્રોતોમાંથી તેલ ખરીદી શકે છે પરંતુ ઈરાની તેલ હવે તેના માટે મુશ્કેલ બની જશે.

અમેરિકા કેમ ચીનને ઈરાની તેલ લઈ જવા નથી દેતું?

અમેરિકા ચીનને ઈરાનનું મુખ્ય સહયોગી માને છે. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ઈરાનને નવી એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકા જાણે છે કે, જો ઈરાન પોતાનું તેલ વેચતું રહેશે, તો તેની અર્થવ્યવસ્થા ચાલતી રહેશે અને ચીન પણ લાભ લેતું રહેશે. આથી, અમેરિકાએ ઈરાન અને તેના સહયોગીઓ પર દબાણ વધારવા માટે આ પગલું ભર્યું છે. બેસેન્ટે ભાર મૂક્યો હતો કે, અમેરિકા આ વ્યૂહરચના દ્વારા ઈરાની આવકના મુખ્ય સ્ત્રોતને રોકવા માંગે છે, જેથી ઈરાનની અર્થવ્યવસ્થા પર અસર પડે અને પ્રાદેશિક સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

રશિયાએ શું કહ્યું?

અમેરિકાના આ પગલા બાદ ચીનમાં ઊર્જા સંકટ ઊભું થવાનું જોખમ વધી ગયું છે પરંતુ આ દરમિયાન રશિયાએ બેઇજિંગને ખાતરી આપી છે કે, તે તેનો ઊર્જા પુરવઠો પૂરો કરશે. રશિયા ચીનનું મહત્વનું સહયોગી માનવામાં આવે છે. સાથે જ તે ઈરાનનું પણ મોટું સાથી છે. અમેરિકી વહીવટીતંત્રની આ નવી નીતિથી વૈશ્વિક તેલ બજાર પર પણ અસર પડી શકે છે. ચીને હવે રશિયા, સાઉદી અરેબિયા જેવા વૈકલ્પિક સ્ત્રોતો તરફ વળવું પડી શકે છે, જેનાથી કિંમતો પ્રભાવિત થઈ શકે છે.

Breaking News: ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા ફેલ થયા બાદ ટ્રમ્પનો PM મોદીને ફોન; 40 મિનિટ સુધી ચાલી ગુપ્ત ચર્ચા

Published On - 1:50 pm, Wed, 15 April 26

Follow Us
Loading...
Unable to load recommendations.