Biden-Harris Rift: કમલા હેરિસને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ પદ પરથી હટાવવામાં આવશે? રાષ્ટ્રપતિ બાઈડન સાથે તકરાર હોવાના અહેવાલો

|

Nov 17, 2021 | 7:50 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે તકરાર થઈ હોવાના અહેવાલો છે.

Biden-Harris Rift: કમલા હેરિસને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ પદ પરથી હટાવવામાં આવશે? રાષ્ટ્રપતિ બાઈડન સાથે તકરાર હોવાના અહેવાલો
Joe Biden-Kamala Harris

Follow us on

Kamala Harris Joe Biden Rift: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે તકરાર થઈ હોવાના અહેવાલો છે. હેરિસનો સ્ટાફ કહે છે કે, તેને સાઈડલાઈન કરવામાં આવી રહી છેૉ. જ્યારે રાષ્ટ્રપતિની ટીમ કહે છે કે, હેરિસ અમેરિકન લોકો સાથે રમત કરી રહી છે. આ સિવાય હેરિસનું એપ્રુવલ રેટિંગ પણ પાછલા મહિનાઓમાં બાઈડેનના એપ્રુવલ રેટિંગ કરતાં વધારે ઘટી ગયું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી હટાવી શકાય છે. આ માટે, બાઈડેન હેરિસની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવાનું વિચારી રહ્યા છે.

ડેઈલીમેઈલના અહેવાલ અનુસાર વ્હાઈટ હાઉસના આંતરિક સૂત્રોએ સીએનએનને જણાવ્યું છે કે, કમલા હેરિસ અને તેના સહાયકો સરહદ કટોકટી જેવા ‘વો વીન’ મુદ્દાઓ સોંપવા બદલ રાષ્ટ્રપતિથી નારાજ છે. આ સંવેદનશીલ મુદ્દાઓ છે જેનો સામનો કરવો એ તલવારની ધાર પર ચાલવા જેવું છે. તે જ સમયે, બાઈડેનના કર્મચારીઓ અંગત રીતે હેરિસ સાથે કેટલાક વિવાદો પર ગુસ્સે છે. ચૂંટણીના આંકડામાં ઘટાડા માટે તે સરહદી સંકટમાં હેરિસની નિષ્ફળતાને જવાબદાર ગણાવી રહ્યા છે.

વ્હાઇટ હાઉસે શું કહ્યું?

એબીસી ન્યૂઝ/વોશિંગ્ટન પોસ્ટ પોલમાં દર્શાવવામાં આવ્યું છે કે, બાઈડેનને 53 ટકા અસંમતિ અને 41 ટકા મંજૂરી છે, જે એપ્રિલથી 11 પોઈન્ટ નીચે છે. જોકે કહેવાઆ રહ્યું છે કે બાઈડેન અને હેરિસ વચ્ચે કોઈ વિવાદ નથી. રવિવારે રાત્રે, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ સીએનએનના અહેવાલના જવાબમાં ટ્વિટ કર્યું. “હેરિસ એક મૂલ્યવાન ભાગીદાર અને હિંમતવાન નેતા છે જેણે દેશ સામેના મહત્વપૂર્ણ પડકારોનો સામનો કર્યો છે,”. સ્થળાંતરના મૂળ કારણો અને મત આપવાના અધિકારને સંબોધવાથી લઈને બ્રોડબેન્ડના વિસ્તરણ સુધી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હેરિસના સહાયકો, ખાનગી રીતે માને છે કે, તેઓને નિષ્ફળ સાબિત કરવા માટે એક એવો પોર્ટફોલિયો જે હેરિસના વાઇસ પ્રેસિડેન્ટના પદને અનુરૂપ નથી તે સોંપવામાં આવ્યા છે. કમલા હેરિસના ભૂતપૂર્વ ઉચ્ચ સહાયકે સીએનએનને જણાવ્યું હતું કે, “તેઓ યુએસ બોર્ડર મુદ્દાઓનું સમાધાન કરવા માટે તેને વારંવાર ખોટા સંજોગોમાં મોકલી રહ્યા છે.”

હેરિસ અને તેના સાથીદારો માટે, તે તેના કાર્યકાળમાં એક વર્ષથી ઓછો સમય હતો, કરો ઓર મરોની સ્થિતિ સર્જાઈ હતી. ટોચના સહાયકોને ડર છે કે, તે રાષ્ટ્રપતિ પ્રત્યેની તેમની વફાદારીની કિંમત ચૂકવશે. આ સાથે હેરિસે કથિત રીતે ફરિયાદ કરી હતી કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પાછા ખેંચવાના મામલે તેના પર વધુ ધ્યાન આપવામાં આવ્યું નથી.

 

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

આ પણ વાંચો: NFL Recruitment 2021: નેશનલ ફર્ટિલાઇઝર્સમાં ભરતી માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

Next Article