જેમ તમે બધા જાણો છો કે શેખ હસીનાના ગયા પછી, ત્યાં જે મહાશયે સત્તા સંભાળી છે એમના આવ્યા બાદ બાંગ્લાદેશમાં જે કંઈપણ થઈ રહ્યુ છે તે હિંસાનું સ્વરૂપ લઈ રહ્યુ છે. એવુ કંઈ પણ હજુ સુધી જોવા મળ્યું નથી, જેનાથી બાંગ્લાદેશની પરિસ્થિતિ સામાન્ય થતી જોઈ શકાય. પણ હા, આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી ઘટના બની છે. હાલ બાંગ્લાદેશના સેના પ્રમુખનું એક નિવેદન મુખ્ય હેડલાઈન બની ગયું છે. કોઈ દેશના આર્મી ચીફ જ્યારે એવુ કહે કે બાંગ્લાદેશ એક મોટા રિસ્ક તરફ આગળ વધી રહ્યુ છે, તે દર્શાવે છે કે ક્યાંકને ક્યાંક કંઈક એવુ ચાલી રહ્યુ છે, જે સેનાને તેમની ગુપ્તચર એજન્સી દ્વારા જાણ થઈ ગઈ છે. અથવા એવુ કહી શકાય કે શેખ હસીનાના ગયા બાદ વર્તમાનમાં જે શાંતિ જણાઈ રહી છે તેમાં હવે શેખ હસીનાની વાપસીની જે તૈયારીઓ ચાલી છે, આ તૈયારીઓ પરથી લાગી રહ્યુ છે કે બાંગ્લાદેશમાં મોટી અસ્થિરતા આવી શકે છે. આ જ કારણે બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર ઉજમાનનું નિવેદન હાલ...
Published On - 6:37 pm, Thu, 27 February 25