બલોચ લિબ્રેશન આર્મીએ કરાચીમાં ચીનના નાગરિકને ગોળી મારી કરી હત્યા, ચીન થયુ નારાજ

|

Sep 29, 2022 | 1:18 PM

પાકિસ્તાનના (Pakistan) કરાચીમાં આ હમલો થયો હતો. અહીં બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ એક દર્દી ડોક્ટરના ડેન્ટલ ક્લિનિકમાં આવ્યો હતો. તે 15-20 મિનિટ સુધી વેઈટિંગ એરિયામાં બેઠો હતો, ત્યારબાદ તે અચાનક ક્લિનિકમાં ઘૂસી ગયો અને ત્યાં હાજર ચીનના નાગરિક એક એવા તબીબ સહિત ત્રણ લોકો પર ગોળીબાર કર્યો.

બલોચ લિબ્રેશન આર્મીએ કરાચીમાં ચીનના નાગરિકને ગોળી મારી કરી હત્યા, ચીન થયુ નારાજ
Karachi Attack
Image Credit source: AFP

Follow us on

પાકિસ્તાનમાં (Pakistan) ચીની નાગરિકો પર હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. કરાચીમાં બુધવારે એક અજાણ્યા હુમલાખોરે ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસીને ચીનના નાગરિક એક એવા તબીબ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક ચીની નાગરિકનું મોત થયું હતું. જ્યારે બે લોકોને ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં કરાચી યુનિવર્સિટીની બહાર થયેલા વિસ્ફોટમાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકો માર્યા (Firing In Pakistan) ગયા હતા. આ હુમલાની જવાબદારી બલોચ લિબ્રેશન આર્મીએ લીધી હતી.

ડોન ન્યૂઝના રિપોર્ટ મુજબ એસએસપી (દક્ષિણ) અસદ રઝાએ જણાવ્યું કે હુમલાખોરો કરાચીના સદર વિસ્તારના ક્લિનિકમાં દર્દી હોવાનું નાટક કરીને પ્રવેશ્યા હતા. તેમને કહ્યું કે ફાયરિંગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને જણાવ્યું કે તમામ ચીનના નાગરિક હતા.

સિંધના સીએમ પાસે માંગ્યો રિપોર્ટ, કહ્યું- આવી ઘટના સહન નહીં થાય

પોલીસે જણાવ્યું કે હુમલાનો ભોગ બનેલા લોકોની ઓળખ રોનિલ્ડ રાયમંડ ચો (25), માર્ગેડ (72) અને રિચર્ડ (74) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે બંને ઘાયલોને પેટમાં ગોળી વાગી છે અને તેમની હાલત ગંભીર છે. આ ઘટના બાદ સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. તેમને કહ્યું કે આવી ઘટનાઓને સહન કરી શકાય નહીં. કરાચી સિવાય તેને આઈજીપી પાસેથી પણ વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પહેલા પણ થઈ છે આવી ઘટનાઓ

આ ઘટના હાલમાં થઈ રહેલા દેશમાં ચીની નાગરિકો પર હુમલાની ઘટના છે. આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાનના કરાચીમાં ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હોય. આ પહેલા આ વર્ષે એપ્રિલમાં પણ આવી ઘટના અહીંથી સામે આવી હતી. કરાચી યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ સેન્ટરમાં એક આત્મઘાતી હુમલામાં ત્રણ ચીની શિક્ષકોના મોત થયા હતા. આ પહેલા ગયા વર્ષની શરૂઆતમાં ખૈબર પખ્તુનખ્વામાં બોમ્બ વિસ્ફોટમાં 10 ચીની નાગરિકોના મોત થયા હતા.

આ હુમલો કોણે કર્યો, તેની જાણકારી હાલ સામે આવી નથી, પરંતુ બલોચ લિબ્રેશન આર્મીએ જવાબદારી લીધી છે. પાકિસ્તાન હંમેશા ચીની નાગરિકો પર હુમલા માટે બીએલએને જવાબદાર ગણાવે છે. કરાચી યુનિવર્સિટીમાં થયેલા બોમ્બ વિસ્ફોટની જવાબદારી બીએલએ એ પણ લીધી હતી. આ વિસ્ફોટમાં ત્રણ ચીની નાગરિકોના મોત થયા હતા. નિષ્ણાતોનું માનવું છે કે બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ મજબૂત થઈ રહ્યા છે અને પાકિસ્તાન વિરુદ્ધ દરરોજ નવા ષડયંત્ર રચી રહ્યા છે.

Next Article