US Visa: જો તમારે અમેરિકા જવું છે તો 2024 સુધી જોવી પડશે રાહ, જાણવા માટે વાંચો પોસ્ટ
જો તમે અત્યારે અરજી કરવાની યોજના ઘડી રહ્યા છો, તો તમને માર્ચ-એપ્રિલ 2024માં એપોઇન્ટમેન્ટ મળશે. અમેરિકી દૂતાવાસનું કહેવું છે કે અમેરિકી સરકાર વેઈટિંગ ટાઈમ માટે યોગ્ય પગલાં લઈ રહી છે.

અમેરિકા (America)જવાનું વિચારી રહેલા લોકોને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, તેઓએ વિઝિટર વિઝા (Us Visa)માટે 2024 સુધી રાહ જોવી પડશે. સરેરાશ વેઈટિંગ ટાઈમ 1.5 વર્ષ છે. આનો અર્થ એ છે કે જો તમે અત્યારે અરજી કરવાની યોજના ઘડી રહ્યા છો, તો તમને માર્ચ-એપ્રિલ 2024માં એપોઇન્ટમેન્ટ મળશે. વેબસાઈટ જણાવે છે કે નવી દિલ્હી (Delhi)માં યુએસ વાણિજ્ય દૂતાવાસમાં વિઝા અપોઈન્ટમેન્ટ માટે સરેરાશ વિઝિટર વિઝા વેઈટિંગ ટાઈમ માટે 522 દિવસ અને સ્ટુડન્ટ વિઝા માટે 471 દિવસ છે.
એનડીટીવીના સમાચાર મુજબ, જો સ્થાન બદલીને મુંબઈ કરવામાં આવે છે, તો યુએસ વિઝા એપોઇન્ટમેન્ટ માટે સરેરાશ વેઈટિંગ ટાઈમ વિઝિટર વિઝા માટે 517 દિવસ અને વિદ્યાર્થી વિઝા માટે 10 દિવસ છે. અન્ય તમામ નોન-ઈમિગ્રન્ટ વિઝા માટે વેઈટિંગ ટાઈમ દિલ્હીમાં 198 દિવસ અને મુંબઈમાં 72 દિવસનો છે. ચેન્નાઈમાં વિઝિટર વિઝા માટે વેઈટિંગ ટાઈમ 557 દિવસ છે અને અન્ય તમામ નોન-ઈમિગ્રન્ટ વિઝા માટે તે 185 દિવસ છે.
વેબસાઈટ પરના વિઝા પેજ જણાવે છે કે યુએસ એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં ઈન્ટરવ્યુ એપોઈન્ટમેન્ટ મેળવવા માટેનો અંદાજિત વેઈટિંગ ટાઈમ સાપ્તાહિક બદલાઈ શકે છે અને તે વર્કલોડ અને સ્ટાફિંગ પર આધારિત છે. આ માત્ર અંદાજો છે અને એપોઇન્ટમેન્ટની ઉપલબ્ધતાની ખાતરી આપતા નથી.
વેઈટિંગ ટાઈમ ઘટાડવાનો પ્રયાસ
તેના પર અમેરિકી દૂતાવાસનું કહેવું છે કે અમેરિકી સરકાર વેઈટિંગ ટાઈમ માટે યોગ્ય પગલાં લઈ રહી છે. જે બેકલોગ છે તેના પર સક્રિય રીતે કામ કરવામાં આવી રહ્યું છે. મહામારીને કારણે આ અંતર સર્જાયું હતું. સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગયા વર્ષની સરખામણીએ આ નાણાકીય વર્ષમાં યુએસ અધિકારીઓની કોન્સ્યુલર ભરતી બમણી કરી છે અને નવા પ્રશિક્ષિત કર્મચારીઓ પણ આવી રહ્યા છે. કોવિડ 19 દરમિયાન લગભગ સંપૂર્ણ શટડાઉન અને સંસાધનોની અછત પછી વિઝા પ્રક્રિયા ફરી શરૂ થઈ છે. અમેરિકી સરકાર તેને પ્રાથમિકતા આપી રહી છે.
વિઝા વેઇટિંગ ટાઈમ ઘટાડવાના પ્રયાસો: કેનેડા હાઈ કમિશન
દરમિયાન, કેનેડિયન વિઝા માટે મોટી સંખ્યામાં ભારતીયોની લાંબી રાહ વચ્ચે, કેનેડિયન હાઈ કમિશને કહ્યું કે તે તેમની હતાશા અને નિરાશાને સમજે છે. ત્યારે હાઈ કમિશને ખાતરી આપી હતી કે તે પરિસ્થિતિને સુધારવા માટે કામ કરી રહ્યું છે. કેનેડિયન હાઈ કમિશને શ્રેણીબદ્ધ ટ્વિટમાં જણાવ્યું હતું કે દર અઠવાડિયે હજારો ભારતીય વિદ્યાર્થીઓ વિઝા મેળવી રહ્યા છે અને હાઈ કમિશન વેઈટિંગ ટાઈમ ઘટાડવા માટે શક્ય તેટલું બધું કરશે.