ઓસ્ટ્રેલીયા સામે જીતની ભૂમીકાને લઇને રવિન્દ્ર જાડેજાએ કહ્યુ ધોનીનો હતો આ વિજય મંત્ર

|

Dec 03, 2020 | 11:29 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે યોજાયેલી વન ડે સીરીઝ ભારતે 2-0 થી ગુમાવવા સાથે સમાપ્ત થઇ છે. હવે ટી-20 સીરીઝ પર ટીમ ઇન્ડિયાનુ ધ્યાન હશે. સીરીઝની અંતિમ વન ડે ભારતે 13 રને જીતી લીધી હતી. જોકે આ પહેલાની બે મેચ ઓસ્ટ્રેલીયા બેટ્સમેનોની ધુંઆધાર રમતને લઇને હાઇસ્કોર થતા ભારતે ગુમાવી હતી. પ્રથમ બે મેચની હાર બાદ ભારતીય […]

ઓસ્ટ્રેલીયા સામે જીતની ભૂમીકાને લઇને રવિન્દ્ર જાડેજાએ કહ્યુ ધોનીનો હતો આ વિજય મંત્ર

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે યોજાયેલી વન ડે સીરીઝ ભારતે 2-0 થી ગુમાવવા સાથે સમાપ્ત થઇ છે. હવે ટી-20 સીરીઝ પર ટીમ ઇન્ડિયાનુ ધ્યાન હશે. સીરીઝની અંતિમ વન ડે ભારતે 13 રને જીતી લીધી હતી. જોકે આ પહેલાની બે મેચ ઓસ્ટ્રેલીયા બેટ્સમેનોની ધુંઆધાર રમતને લઇને હાઇસ્કોર થતા ભારતે ગુમાવી હતી. પ્રથમ બે મેચની હાર બાદ ભારતીય ટીમ પણ અંતિમ વન ડે ને જીતવા માટે કમર કસવા ના પ્રયાસમાં હતી. અને આખરે અંતિમ વન ડે જીતી પણ લીધી હતી. જેમાં હાર્દીક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ 150 રનની ભાગીદારી છઠ્ઠી વિકેટ માટે કરી હતી. જેના થકી સ્કોર 300 પાર પહોંચ્યો હતો. જોકે જીત બાદ જાડેજાએ મહેન્દ્રસિંહ ધોનીની સલાહને થી મર્યાદીત ઓવરમાં તેની બેટીંગમાં સુધારો આવ્યો હોવાનુ કહ્યુ હતુ.

ભારતે 152 રન પર જ પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ હાર્દીક પંડ્યા ને રવિન્દ્રસિંહ જાડેજાએ રમતને આગળ વધારી હતી. બંને એ મુશ્કેલ સ્થિતીને સંભાળવાની જવાબદારી પણ સ્વિકારી લીધી હતી. બંનેએ 150 રનની ભાગીદારી રમત દાખવી બંને અણનમ રહ્યા હતા. બંને ની આ રમતે જ ભારતીય ટીમનો સ્કોર 302 પર પહોંચાડ્યો હતો. જાડેજાએ 50 બોલમાં 66 અને પંડ્યાએ 76 બોલમાં 92 રનની ઇનીંગ રમી હતી. મેચ બાદ પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે જાડેજાને પુછ્યુ હતુ કે શુ તે ધોનીની માફક બેટીંગ કરી રહ્યો હતો, તેના જવાબમાં કહ્યુ કે હા, બીલકુલ. માહિ ભાઇ લાંબા સમય સુધી ભારત અને ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમ્યા છે. તેમણે એક પેટર્ન સેટ કરી દીધી છે કે તમે કોઇ પણ બેટ્સમેન સાથે સેટ થયા પછી ભાગીદારી બનાવી શકો છો. તેના પછી જ તે મોટા શોટ્સ રમતા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ધોનીની કેપ્ટનશીપમાં જાડેજા એ ટીમ ઇન્ડિયા ઉપરાંત ઇન્ડિયન પ્રિમીયર લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે પણ રમી રહ્યો છે. જાડેજાએ કહ્યુ હતુ કે ધોનીની સલાહ થી જ તેણે મર્યાદિત ઓવરની ક્રિકેટમાં પોતાની બેટીંગ સુધારી છે. તેણે કહ્યુ, મારા હિસાબ થી, હું તેમને ઘણી વાર આવી પરિસ્થીતીયોમાં બેટીંગ કરતા જોઇ ચુક્યો છુ. તેમની સાથે બેટીંગ પણ કરી છે. તે હંમેશા મને કહેતા હતા કે, જો આપણે મેચને અંત સુધી લઇ જઇશુ તો અંતિમ ચાર પાંચ ઓવરોમાં ખૂબ રન આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article