બ્રિટનમાં છુપાઇને બેઠો છે આસામનો ડોકટર, ભારતમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ, ભારતમાં પ્રત્યાર્પણને રોકવા દાખલ કરી અરજી

|

May 17, 2022 | 12:08 PM

(Assam Doctor in UK) બ્રિટનમાં રહેતા આસામના ડોક્ટર ઉપર ભારતમાં આતંકવાદ  (Terrorism)ફેલાવાવનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ ડોક્ટર જામીન પર બહાર છે અને તેણે પોતાના ભારત પ્રત્યાર્પણ વિરૂદ્ધ અરજી દાખલ કરી છે.

બ્રિટનમાં છુપાઇને બેઠો છે આસામનો ડોકટર, ભારતમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ, ભારતમાં પ્રત્યાર્પણને રોકવા દાખલ કરી અરજી

Follow us on

ઉત્તર પૂર્વ ઇંગ્લેન્ડમાં રહેતા અને મૂળ આસામ(Assam)ના 75 વર્ષીય ડોક્ટરે સોમવારે લંડનની (London )અદાલતમાં પોતાને જ ભારત પ્રત્યાર્પણ ન કરવા માટે અરજી કરી હતી. ડોક્ટરે અરજીમાં યૂનાઇટેડ લિબરેશન ફ્રંટ ઓફ અસમ અને ઉલ્ફા આઇના કથિત અધ્યક્ષ હોવાના આતંકવાદના (Terrorism)આરોપ હેઠળ બ્રિટનમાંથી ભારતને પ્રત્યાર્પણ કરવાની બાબતને પડકારી છે. કાઉન્ટી ડરહમમાં જનરલ પ્રેકટિશનર (જીપી) ડો. મુકુલ હજારિકાને મુકદમાનો સામનો કરવા માટે ભારતીય અધિકારી ભારત લઈ જવા ઇચ્છે છે.

ડોક્ટર પર આરોપ છે કે તે ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનથી સંબંધિત ષડયંત્રોમાં સામેલ છે. ભારત સરકારની તરફથી રજૂ કરવામાં આવેલા ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસએ વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં જિલ્લા ન્યાયાધીશ માઇકલ સ્નોએ જણાવ્યું કે જે ષડયંત્ર માટે ડોક્ટરનું નામ આવ્યું છે તે એક આતંકવાદી સમૂહના રૂપમાં આતંકવાદી શિબિરનું આયોજન અને આતંકવાદ માટે યુવકોની ભરતી સંબંધિત છે. સીપીએસ બેરિસ્ટર બેન લોઇડે પ્રત્યાર્પણની સુનાવણી શરૂ કરતા કોર્ટને જણાવ્યું હતુંકે સંક્ષેપમાં તેની પર ભારત સરકારની વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરવા અથવા તો યુદ્ધ શરૂ કરવાનો પ્રયત્ન અથવા તો યુદ્ધ શરૂ કરવા ઉશ્કેરણી કરવાનો આરોપ લગાડ્યો છે. જે એક આતંકવાદી કૃત્ય છે.

અભિજિત અસોમના નામથી ઓળખાય છે આરોપી

અદાલતે સાંભળ્યું કે કથિત રીતે અભિજિત અસોમના નામથી ઓળખાનારા હજારિકાએ વર્ષ 2016માં ઉલ્ફાઆઇના અધ્યક્ષની પોતાની ભૂમિકા હેઠળ મ્યાંમારમાં એક શિબિરમાં જુદુ રાષ્ટ્ર બનાવવા માટે સશ્સ્ત્ર સંઘર્ષને પ્રોત્સાહિત કરતું ભાષણ આપ્યું હતું. અદાલતમાં જમા કરવામાં આવેલા દસ્તાવેજોમાં હજારિકાની સામેલગીરીની પુષ્ટિ કરનારા તપાસ અધિકારીએ એક સોગંદનામુ દાખલ કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જામીન પર બહાર છે ડોક્ટર મુકુલ હજારિકા

ડોકટરના બચાવ દળે એ વાતને ઉજાગર કરવાની કોશિશ કરી કે ઉલ્ફા આઇ ઉલ્ફાથી વિપરિત પ્રતિબંધિત નથી. તે દરમિયાન ગત વર્ષે જુલાઇમાં બ્રિટનના પ્રત્યાર્પણ એકમના અધિકારીઓ દ્વારા પોતાની ધરપકડ પછી હજારિકા ઇલેકટ્રોનિક્સ ટેગ કર્પ્યૂ પ્રાવધાનો હેઠળ જામીન પર છે. અદાલતે પ્રત્યાર્પણની સુનાવણી સુધી ડોકટરને એક ચોક્કસ જગ્યાએ રહેવાની પરવાનગી આપી છે.

 

Published On - 12:07 pm, Tue, 17 May 22

Next Article