રશિયામાં લગ્ન કરવાની હરીફાઈ ચાલી રહી છે, કેટલાક બે બાળકોની માતા સાથે લગ્ન કરી રહ્યા છે, અને કેટલાક એક્સ માટે દોડી રહ્યા છે, જાણો શું છે કારણ ?

|

Sep 23, 2022 | 10:04 PM

રશિયન (Russia)પુરુષો જે મળે તે સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યાં છે. લાંબી કતારોમાં મોટી સંખ્યામાં યુવાનો છે, જેઓ મુખ્યત્વે આર્મી ભરતી માટે પસંદ કરવામાં આવી રહ્યા છે.

રશિયામાં લગ્ન કરવાની હરીફાઈ ચાલી રહી છે, કેટલાક બે બાળકોની માતા સાથે લગ્ન કરી રહ્યા છે, અને કેટલાક એક્સ માટે દોડી રહ્યા છે, જાણો શું છે કારણ ?
રશિયામાં લગ્ન માટે લાંબી કતારો, કલાકો સુધી રાહ જોતા પુરુષો
Image Credit source: Thesun

Follow us on

રશિયામાં (Russia)પુરુષોના લગ્ન માટે મેરેજ રજિસ્ટર ઓફિસની (Marriage Register Office)બહાર લાંબી કતારો (Line) જોવા મળે છે. હા, પુરૂષોએ આ સર્જનાત્મક માર્ગ માત્ર પુતિનના યુદ્ધ મોબિલાઇઝેશનથી બચવા માટે અપનાવ્યો છે. તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફ્રન્ટલાઈન માટે ત્રણ લાખ સૈનિકોને તૈયાર કરવાની જાહેરાત કરી હતી. આનાથી બચવા માટે રશિયન પુરૂષો પોતાને મળતી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યા છે. આટલું જ નહીં જેનું બ્રેકઅપ થઈ ગયું હતું, તેઓ હવે પોતાના પૂર્વ સાથે લગ્ન પણ કરી રહ્યા છે. લાંબી કતારોમાં મોટી સંખ્યામાં યુવાનો છે, જેઓ મુખ્યત્વે આર્મી ભરતી માટે પસંદ કરવાના છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

નિયમો અનુસાર, જે પુરૂષોને ત્રણ બાળકો છે તેમણે ફ્રન્ટલાઈનર્સ તરીકે સેનામાં જોડાવાની જરૂર નથી. આ જાહેરાત પછી, મોટી સંખ્યામાં રશિયનો પણ દેશ છોડી રહ્યા છે અને જેઓ દેશ છોડવા માંગતા નથી તેઓ લગ્ન કરી રહ્યા છે અથવા જેમણે તેમના વડીલોને તેમના ઘરની બહાર કાઢી મૂક્યા હતા, તેઓને તેમની સંભાળ રાખવા માટે તેમના ઘરે પાછા લાવી રહ્યા છે. જેથી તેમની સેનામાં ભરતી ન કરવી પડે.

સેનામાં 10 લાખ લોકોની ભરતી કરવામાં આવશે

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

રશિયનો, મુખ્યત્વે પુરુષો, કઝાકિસ્તાન, ફિનલેન્ડ અને જ્યોર્જિયાની સરહદો પર 24-30 કલાક સુધી લાંબી કતારોમાં રાહ જુએ છે. એટલું જ નહીં, એક બ્રિટિશ દૈનિક ધ સન અનુસાર, પુતિનના આદેશનો વિરોધ કરી રહેલા હજારો લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. યુક્રેનમાં યુદ્ધની વચ્ચે, રશિયન રાષ્ટ્રપતિએ ત્રણ લાખ લોકોને સેનામાં ભરતી કરવાનો આદેશ જાહેર કર્યો છે. અને આવતા વર્ષ સુધીમાં આવા 10 લાખ સૈનિકો તૈયાર કરવાના છે જેઓ ફ્રન્ટલાઈનમાં લડશે.

પુતિને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે

પુતિનના આદેશ બાદ ફ્લાઈટ સેવા પણ બ્લોક કરી દેવામાં આવી છે. ફ્લાઇટ ટિકિટના ભાવ દસ હજાર યુરો સુધી પહોંચી ગયા છે, જે સામાન્ય દિવસોમાં સસ્તી છે. તે જ સમયે, પોલીસ દ્વારા અટકાયત કરાયેલા મોટાભાગના દેખાવકારોએ જેલમાં જવા કરતાં ફ્રન્ટલાઈન પર જવાનું પસંદ કર્યું છે. પુતિને હાલમાં જ પશ્ચિમી દેશોને ચેતવણી આપતાં પરમાણુ યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી હતી. સ્થાનિક પત્રકારોનું કહેવું છે કે પુતિનની પોલીસ સામાન્ય રીતે કૉલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નિશાન બનાવે છે અને તેમને ઝડપી લેવામાં આવે છે અને બળજબરીથી સેનામાં ભરતી કરવામાં આવે છે.

જો યુદ્ધમાં પતિનું મૃત્યુ થાય તો તેને વળતર મળશે

આ દરમિયાન ઘણી મહિલાઓ એવું કહેતી પણ સાંભળવામાં આવી છે કે તેઓ ખુશીથી લગ્ન કરવા માંગે છે. ધ સન મુજબ, એક મહિલાએ તેના એક મિત્ર વિશે કહ્યું, જે પાંચ બાળકોની માતા છે, હસતાં હસતાં, “મને લાગે છે કે તે આવનારા સમયમાં ખૂબ જ લોકપ્રિય હશે.” “એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પુરુષોને ત્રણ કે તેથી વધુ બાળકો છે તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં.” તેમણે કહ્યું કે કેટલીક મહિલાઓ સ્વાર્થી પણ હોઈ શકે છે, જેમ કે જે મહિલાઓના પતિ યુદ્ધમાં માર્યા જશે, તેમને સરકાર તરફથી વળતર પણ આપવામાં આવશે.

Published On - 10:04 pm, Fri, 23 September 22

Next Article