ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચાર , લેવાયો અનોખો નિર્ણય

|

Aug 16, 2022 | 11:14 AM

ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચાર છે. હવે કોઈપણ પ્રકારના વિઝા પર સાઉદી અરેબિયામાં ઉમરાહ માટે પરવાનગી આપવામાં આવી છે. સાઉદી અરબ સરકારના આ નિર્ણયથી મોટી સંખ્યામાં હજયાત્રીઓને રાહત મળશે.

ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચાર , લેવાયો અનોખો નિર્ણય
ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચાર
Image Credit source: moneycontrol.com

Follow us on

Umrah : ધાર્મિક યાત્રા માટે સાઉદી અરેબિયા (Saudi Arabia)જનારાઓ માટે સારા સમાચાર છે. સાઉદી સરકારે જાહેરાત કરી છે કે હવે લોકો કોઈપણ વિઝા પર સાઉદી જઈ શકશે અને ઉમરાહ કરી શકશે. સાઉદી સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, કોઈ પ્રવાસી વિઝાથી આવ્યો હોય કે બિઝનેસ વિઝાથી, હવે તમામ પ્રકારના વિઝાને ઉમરાહ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ ઉમરાહ માટે ખાસ વિઝા લેવા પડતા હતા, જેનો સમય એક મહિનાનો હતો.

સાઉદી અરેબિયાના આ નિર્ણયનો હેતુ ‘સાઉદી મિશન 2030’ને આગળ વધારીને દર વર્ષે 30 મિલિયન લોકોને ઉમરા કરાવવાનો છે. જો કે, જો કોઈ ઉમરાહ કરવા માંગે છે, તો તેણે પહેલા Eatmarna એપ દ્વારા એપોઈન્ટમેન્ટ બુક કરવી પડશે. સાઉદી 2030 વિઝન એ દેશની તેલ આધારિત અર્થવ્યવસ્થાને વૈવિધ્યીકરણ કરવા માટે રચાયેલ સરકારની વિકાસ યોજના છે.

ઉમરા શું છે

ઉમરાહ એક પ્રકારની ધાર્મિક યાત્રા છે, જે હજ કરતા થોડી અલગ છે પરંતુ કોઈપણ તેને કરી શકે છે. આ યાત્રાનો સમયગાળો માત્ર 15 દિવસનો છે. સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારે સાઉદીમાં હજ કરવામાં આવે છે, તો તે સમયે ઉમરાહ કરી શકાતી નથી. ઉમરાહ માત્ર હજના દિવસો સિવાય કરવામાં આવે છે. ઉમરાહના દિવસો દરમિયાન, મુસાફરો લગભગ આઠ દિવસ મક્કામાં અને સાત દિવસ મદીનામાં વિતાવે છે અને ધર્મ અનુસાર કાર્યો પૂર્ણ કરે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

હજ અને ઉમરા વચ્ચે શું તફાવત છે?

હજ અને ઉમરા એ બંને ઇસ્લામિક તીર્થયાત્રાના સ્વરૂપો છે પરંતુ તેમને કરવાની પદ્ધતિ થોડી અલગ છે. એટલે કે જો કોઈ વ્યક્તિ ઈસ્લામમાં વિશ્વાસ રાખે છે તો તેણે જીવનમાં એકવાર હજ કરવી પડે તેવું માનવામાં આવે છે.

મોટાભાગના લોકો તેમની ઉંમરના છેલ્લા તબક્કામાં જ હજ માટે જતા હોય છે, પરંતુ નિયમો અનુસાર, છોકરા કે છોકરીની ઉંમર થતાં જ તેમના પર હજ ફરજિયાત બની જાય છે. જો કે, હજ માટે વ્યક્તિએ શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબૂત હોવી જોઈએ. ઉપરાંત, જે દેશમાંથી તે સાઉદી જઈ રહ્યો છે

Next Article