Breaking News : કપિલ શર્માના કેનાડામાં આવેલ કાફેમાં ફરીથી ગોળીબાર, ગોલ્ડી-સિદ્ધુ ગેંગે સ્વીકારી જવાબદારી

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં આવેલા કાફેમાં ફરી એકવાર ગોળીબાર થયો છે. ગોલ્ડી ધિલ્લોન અને કુલદીપ સિદ્ધુએ ગોળીબારની જવાબદારી લીધી છે.

Breaking News : કપિલ શર્માના કેનાડામાં આવેલ કાફેમાં ફરીથી ગોળીબાર, ગોલ્ડી-સિદ્ધુ ગેંગે સ્વીકારી જવાબદારી
| Edited By: | Updated on: Oct 16, 2025 | 7:14 PM

કેનેડાના સરેમાં, જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેપ્સ કાફેમાં ફરીથી એકવાર ગોળીબાર કરવામાં આવ્યો છે. કેટલાક અજાણ્યા લોકોએ કપિલ શર્માના કાફે ઉપર રોડ પરથી ત્રણ ગોળીબાર કર્યાં છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ગોલ્ડી ધિલ્લોન અને કુલદીપ સિદ્ધુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ગોળીબારની જવાબદારી લીધી છે. પોસ્ટમાં લખ્યું છે, “વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ… હું, કુલવીર સિદ્ધુ અને ગોલ્ડી ધિલ્લોન આજે કેપ્સ કાફે, સરેમાં ગોળીબાર થયેલા ત્રણ ગોળીબારની જવાબદારી સ્વીકારું છું.” આ પોસ્ટ કુલવીર સિદ્ધુ દ્વારા બનાવવામાં આવી હતી.

પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “અમારી સામાન્ય જનતા સાથે કોઈ દુશ્મની નથી. જેમની સાથે અમારો વિવાદ છે તેઓએ અમારાથી દૂર રહેવું જોઈએ. જે લોકો ગેરકાયદેસર (અનધિકૃત) કામ કરે છે અને લોકોને પૈસા આપતા નથી તેઓએ પણ તૈયાર રહેવું જોઈએ.” બોલીવુડમાં જે લોકો ધર્મ વિરુદ્ધ બોલે છે તેઓએ તૈયાર રહેવું જોઈએ. ગોળીઓ ગમે ત્યાંથી આવી શકે છે. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ.

પહેલા પણ થયો હતો ગોળીબાર

હકીકતમાં, કપિલ શર્માના કેનેડા સ્થિત કાફે ઉપર પહેલા પણ ગોળીબાર થઈ ચૂક્યો છે. કેપ્સ કાફે ઉપર આ હુમલો ઓગસ્ટમાં થયો હતો. એક જ મહિનામાં બીજો હુમલો થયો હતો. 25 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. તે સમયે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગોલ્ડી ઢિલ્લોને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટમાં હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને કપિલ શર્માને ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ કેનેડામાં કપિલ શર્માના કેફે પર ગોલ્ડી-લોરેન્સ ગેંગે કર્યો ગોળિબાર, હવે મુંબઈમાં કપિલ શર્મા પર હુમલો કરવાની આપી ધમકી

Published On - 6:52 pm, Thu, 16 October 25